પુનિતનગરમાં સામાન કાઢતી વેળાએ લોહીની ઊલટી થવાથી યુવાનનું મોત

  • September 14, 2021 11:32 AM 

વરસાદના ભરાયેલા પાણીના કારણે સામાનની કામગીરી વખતે બનેલો બનાવ : શોકની લાગણી

જામનગર શહેર-જિલ્લામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા દરમિયાનમાં શહેરના પુનિત નગર વિસ્તારમાં સામાન ઘાટી વેળાએ એક યુવાનને લોહીની ઊલટીઓ થતા બેભાન હાલતમાં મૃત્યુ નિપજતા ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

જામનગર શહેરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ઘરમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, શહેરના કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા અને મોડે સુધી માલસામાનની હેરફેર કરવાની તેમજ લોકોને બચાવવાની કામગીરી ચાલી હતી.

દરમિયાનમાં જામનગરના પુનિત નગર શેરી નંબર ત્રણમાં હનુમાનજીના મંદિર પાસે રહેતા હરેન્દ્રસિંહ સિંહ અભયસિંહ જાડેજા ઉંમર વર્ષ 32 નામના યુવાન ગઈકાલે પુનિત નગર વિસ્તારમાં વરસાદમાં ભરાયેલા પાણીના કારણે શેરીના માણસો સામાન કાઢતા હોય ત્યારે અચાનક હરેન્દ્રસિંહને લોહીની ઊલટીઓ થતા બેભાન થઈ ગયા હતા આથી સારવારમાં લઈ જતા ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યું હતું. આ બનાવની જાણ પુનિત નગર પાછળ મેહુલ પાર્ક બેમાં રહેતા અરવિંદસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા સીટી બી ડિવિઝનમાં કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS