સિકકા પાટીયા નજીક અજ્ઞાત વાહનની ઠોકરે યુવાનનું મોત

  • August 19, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટી માટલી પાસે ટ્રકે ટકકર મારતા કિલનરને ગંભીર ઇજા

જામનગર નજીક સિકકા પાટીયા-મોટી ખાવડી વચ્ચે બે દિવસ પહેલા અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે ચલાવી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત નિપજયુ હતું, જયારે કાલાવડના મોટી માટલી પાસે ટ્રકની ટકકરમાં યુવાનને ગંભીર ઇજા થયાની ફરીયાદ દાખલ થઇ છે.
જામનગર-ખંભાળીયા હાઇવે સિકકા પાટીયા પાયલધાર પાસે એક અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી ફરીયાદીના ભાઇના મોટરસાયકલ નં. જીજે૧૦સીકયુ-૯૮૮૭ને હડફેટે લીધુ હતું, આ અકસ્માતમાં ફરીયાદીના ભાઇને મોટરસાયકલ સહિત પછાડી દઇ તેમનું મૃત્યુ નિપજાવી અજાણ્યો ચાલક નાશી છુટયો હતો.
આ અંગે જામજોધપુરના બાવરીદળ ગામના વતની અને હાલ રાજકોટ પંચાયતનગર-૪ ખાતે રહેતા સાગર ભીમજીભાઇ બેરા (ઉ.વ.૨૭) નામના યુવાને ગઇકાલે મેઘપર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. બીજા બનાવમાં જુનાગઢ-કેશોદના નોજાવાવ ગામના કિલનર હરેશ અમુભાઇ મકવાણા (ઉ.વ.૩૯) તથા ટ્રક માલિક હિતેશ જમનાદાસ ભાલોડીયા રહે. વંથલી બંને તેમના ટ્રક નં. જીજે૧૧ટીટી-૯૧૪૬ લઇને જતા હતા, તા. ૧૦ના રોજ  મોટી માટલી પાસે પહોચતા બેઠાપુલ નજીક ટ્રકમાં પંચર પડતા  ટ્રક રોડની સાઇડમાં મુકીને ટાયર બદલવાનો જેક મારતા હતા એ વખતે ટ્રક નં. જીજે૩૨ટી-૯૫૦૫ના ચાલકે બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના ટ્રકને પાછળથી ઠોકર મારી હતી.
આ અકસ્માતમાં ફરીયાદી હરેશભાઇને કમરના ભાગે ગંભીર ઇજા અને પગમાં ફ્રેકચર થયુ હતું, અકસ્માત સર્જી નાશી છુટેલા ટ્રકચાલક સામે ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં હરેશભાઇએ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application