કાર ચાલકે ટક્કર મારતા યુવાનનું મોત

  • August 10, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેબલ નેટવર્કમાં કામ કરતો હાર્દિક બળવંતભાઈ ડાભી નામનો યુવાન સવારે બાઇક લઇને નોકરી પર જઇ રહ્યો હતો. ત્યારે મીણબત્તી સર્કલથી જવેલ સર્કલની વચ્ચે પાછળ પુર ઝડપે ધસી આવેલા કારના ચાલકે ટક્કર મારતા હાર્દિક બાઇક પરથી નીચે પટકાયો હતો અને તેને ગંભીર પ્રકારની ઇંજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત તેને સારવાર માટે હોસ્પિટલમમાં લઇ જવામાં આવતાં સારવાર દરમિયાન તેનું મોત થતાં નિલમબાગ પોલીસે કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application