BREAKING NEWS

જામનગર : ધ્રોલમાં અકસ્માતે છત પરથી પટકાતા યુવાનનો ભોગ લેવાયો

  • February 18, 2026 06:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલના પંચવટી સોસાયટી વિસ્તારમાં મંડપ સર્વિસનું કામ પુરુ કરીને રાત્રીના ગોડાઉનના બીજા માળે સુઇ ગયેલા પરપ્રાંતીય યુવાન રાત્રીના બાથ‚મ કરવા માટે ઉઠયા હતા ત્યારે અકસ્માતે છત પરથી નીચે પડી જતા તેમનું મૃત્યુ નિપજયુ છે. 


પંચમહાલ જીલ્લાના ગોધરા સોબા સેગવાના વતની ભારતસિંહ રણછોડભાઇ પટેલીયા (ઉ.વ.૪૦) નામનો યુવાન ધ્રોલ મુકામે આશાપુરા મંડપ સર્વિસમાં મજુરી કામ કરતો હતો.


દરમ્યાન તા. ૧૬ના રોજ રાત્રીના મંડપ સર્વિસનું કામ પુરુ કરી જમીને ગોડાઉનના બીજા માળે છત પર સુવા ગયા હતા, અને રાત્રીના ૧૧-૩૦ના અરસામાં ગોડાઉનની છત પર ઉઠીને બાથરૂમ કરવા જતા અચાનક પગ લપશી જતિંા છત પરથી જમીન પર પડી જતા સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પીટલ લઇ જવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે નાઇકા ‚બશીભાઇએ પોલીસને જાણ કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application