સુરતમાં એક વેપારી યુવકે પોતાની પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ટોર્ચરથી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જેમાં તે પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ત્રાસ આપઘાત કરી રહ્યો હોવાનું જણાવી રહ્યો છે. મૃતક યુવકે બનાવેલા અંતિમ વીડિયોના આધારે પોલીસે તેની પૂર્વ પત્ની શીતલ, તેનો પ્રેમી મોહસિન અને તેના 10 સ્ત્રી-પુરૂષ મિત્રો સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. પોલીસે શીતલ અને મોહસીનની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે જયદીપે આપઘાત પહેલાં બનાવેલો અડધા કલાકનો વીડિયો ખૂબ જ હૃદયદ્રાવક છે. શીતલ સાથે પ્રેમ કરવાથી લઈને તેને મરવા મજબૂર કર્યો ત્યાં સુધીનું તેણે રડતાં રડતાં વર્ણન કર્યું છે. આ સાથે જ વડાપ્રધાન મોદીને છોકરાઓ માટે પણ કાયદો બનાવવાની અપીલ કરી છે, જેથી છોકરાઓને મરીને સાચા હતા એવું પ્રૂવ ન કરવું પડે એવું પણ જણાવ્યું છે.
શીતલ શું કામ મારી સાથે આવું કર્યું
વીડિયોમાં જયદીપે જણાવ્યું હતું કે, મમ્મી-પપ્પા.. મને માફ કરજો, હું હારી ગયો છું, મારી લાઈફ બગાડી નાખી. હવે મારામાં હિંમત નથી. આ લોકો મને મારે છે. મારા પર ખોટા કેસ મારી વાઇફ પાસેથી કરાવ્યા હતા. મારા ઘરે આવીને મમ્મી-પપ્પા, બહેનને ધમકી આપે છે. મારામાં હિંમત નથી, મને મરવા સુધી મજબૂર કર્યો. હું હારી ગયો છું. શીતલ શું કામ મારી સાથે આવું કર્યું કે બીજાના લીધે મારી લાઈફ ખરાબ કરી દીધી તેં, હું જાઉ છું, આજ સુધી મેં તને આપેલા વચન નિભાવ્યાં છે. મારી ભૂલ શું હતી કે જે મેં તારો વિચાર કર્યો. તે મારી લાઈફ ખરાબ કરી. તેં મારી કદર ના કરી. મને જવાબ દેજે. મેં શું બગાડ્યું હતું તારું. શીતલ, આ લોકો મને બહુ જ હેરાન કર્યો છે. હું લાઈફથી આ બધાથી હારી ગયો છું એટલે! આ પગલું ભરું છું. મને માફ કરજો બધા.
જેને સુધરવું જ નથી તે સુધરવાનું જ નથી
વધુમાં જયદીપે જણાવ્યું હતું કે, મારી સગાઈ થઈ ગઈ હતી, પણ તું સ્યુસાઈડ કરવા જઈ રહી હતી અને મારા પગે પડી હતી એટલે મેં તારી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સાથે જે વચન નિભાવવાનું કહ્યું હતું એ તમામ વચન મેં નિભાવ્યાં હતાં. તારે ઓનલાઈનનો ધંધો કરવો હતો તો મેં તને ધંધો પણ સેટ કરી આપ્યો હતો, પણ તે મારી સાથે ખૂબ જ ખોટું કર્યું અને તે આ બધા સાથે મળીને મારી સાથે ગેમ કરી છે. તું જ્યારે પણ મને બોલાવતી ત્યારે પણ હું આવતો અને ત્યારે તું મને મારતી હતી, તોપણ હું ચૂપચાપ ત્યાંથી નીકળી જતો હતો. મેં તને કેટલા મોકા આપ્યા, પણ જેને સુધરવું જ નથી તે સુધરવાનું જ નથી.
પરિવારની ઈજ્જત મારે હવે ઉછાળવી નથી
વીડિયોમાં વધુમાં જણાવ્યું હતું કે, પોલીસમાં મેં પણ કેસ કર્યો હતો, પણ તે બધાએ મને દબાણ કરીને કેસ પણ પરત કરાવી લીધો હતો. છોકરાઓ માટે કોઈ કાયદો જ નથી. છોકરાઓએ મરીને જ પ્રૂવ કરવું પડે છે કે તે સાચો હતો?. પીએમ મોદીને મારે એટલું જ કહેવું છે કે છોકરાઓ માટે પણ કાયદો બનાવવો, જેથી તેને મરીને સાબિત ન કરવું પડે કે તે સાચો હતો. શીતલ વિશેની ઘણી એવી વાતો છે, જે હું અહીં કહેવા માગતો નથી. પરિવારની ઈજ્જત મારે હવે ઉછાળવી નથી. મેં તેને પ્રેમ આપ્યો, પૈસા આપ્યા, હવે મારી પાસે કઈ વધ્યું નથી. શીતલ, તેની મિત્ર પ્રણાલી, ટીના, રુચિત, મોહસિન ઉર્ફે ટાઈગર, રિચા, નીરવ, આયાન, કંચન, હીના, દેવલ અને યુવી આ બધાં મારા મોતનાં જવાબદાર છે.
વીડિયોમાં ઝેરી દવા સેલ્ફોસનું પેકેટ બતાવ્યું
વીડિયોમાં ઘઉંમાં નાખવાના ઝેરી દવા સેલ્ફોસનું પેકેટ બતાવીને વધુમાં જણાવ્યું હતું કે મમ્મી-પપ્પા, મને માફ કરજો અને મિત્રોને પણ સાથ આપવા બદલ આભાર માન્યો હતો. આ સાથે જ પરિવારજનોમાં માતા-પિતા અને બહેનોને રડવાની મનાઈ કરી હતી. પોલીસને ન્યાય અપાવવા માટે અપીલ કરી હતી. આ સાથે જ તેના ફોનમાં વીડિયો અંગે અને શીતલે જે તેની સાથે કર્યું છે તેના પુરાવા હોવાનું જણાવ્યું હતું.
ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો
જયદીપ પાંચ બહેનનો એકનો એક ભાઈ હતો. જયદીપે નર્મદા સાગબારા નિશાળ ફળિયું ગામ ચિત્રા ફળિયામાં રહેતા લાલુભાઈ પી.રાઠવાની દીકરી શીતલ સાથે 30 ઓક્ટોબર 2023ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી. પિતા મનસુખભાઈ વતનમાં લગ્નપ્રસંગમાં ગયા હતા, ત્યારે 4 એપ્રિલની રાત્રે જયદીપે મોટા વરાછા દુ:ખિયાના દરબાર રોડથી લાલ તંબુ તરફ જવાના રસ્તા ઉપર હની બંગલોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લેતાં હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. જયદીપની અંતિમ વિધિ બાદ પરિવારે તેના મોપેડની ડિકી ચેક કરતાં એમાંથી સુસાઈડ નોટ મળી હતી. તેના મોબાઈલ ફોનમાંથી પણ ઝેરી દવા પીધી એ પહેલાં બનાવેલા ત્રણ વીડિયો મળ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech