હું મારી રીતે પગલુ ભરુ છું, કોઇનો વાંક નથી. પપ્પા હું તમને સાચવી ન શક્યો મને માફ કરજો, મારી દિકરીનું ધ્યાન રાખજો ચીઠી લખી શહેરના 150 ફુટ રીંગ રોડ પર જસરાજનગરમાં રહેતાં યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
હોલમાં જ પતિને લટકતી હાલતમાં જોતા બુમાબુમ કરી
જાણવા મળ્યા મુજબ મવડી ૧૫૦ રીંગ રોડ પર ઉમિયા સર્કલ પાસે જસરાજનગર-૨માં રહેતાં ચેતનભાઇ હર્ષદભાઇ મોરીધરા (ઉ.વ.૩૭) નામના યુવાને વહેલી સવારે હોલમાં છત્તના હૂકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. સવારે પત્ની જલ્પાબેન જાગીને રૂમમાં જોતા પતિ જોવા ન મળતા બહાર નીકળતા હોલમાં જ પતિને લટકતી હાલતમાં જોતા બુમાબુમ કરી મુકતા પરિવારજનો અને પડોશીઓ દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ તાલુકા પોલીસને થતા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
સંતાનમાં બે દિકરી
આપઘાત કરનાર ચેતનભાઇ સેન્ટીંગ કામના કોન્ટ્રાક્ટ રાખી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે દિકરી છે. યુવાનએ ક્યાં કારણોસર પગલું ભર્યું પરિવારજનો પણ જાણતા ન હોય પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી હતી તેમાં ચેતનભાઇએ હું મારી જાતે પગલુ ભરુ છું, કોઇનો વાંક નથી, પપ્પા હું તમને સાચવી ન શક્યો મને માફ કરજો, મારી દિકરીનું ધ્યાન રાખજો તેવું લખેલું છે. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘવારીનો વધુ એક માર: અમૂલ દૂધના ભાવમાં આજ મધરાતથી 2 રૂપિયાનો વધારો લાગુ
April 30, 2025 07:45 PMરાજકોટ 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, છ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
April 30, 2025 07:00 PMજામનગર: મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ
April 30, 2025 06:41 PMજામનગરના મોરાર સાહેબ ખંભાળિયા ગામે નદી પર બનેલ રહેલ બ્રિજનું કામ ગોકળગતીએ
April 30, 2025 06:38 PMજામનગરના મોરાર સાહેબના ખંભાળીયા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં, ગ્રામજનોમાં રોષ
April 30, 2025 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech