ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જગન્નાથ પુરી મંદિરના શિખર પર ચઢી ગયો યુવક, જાણો કારણ

  • September 12, 2024 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ઓડિશાના પુરીમાં સ્થિત શ્રી જગન્નાથ મંદિર પરિસરમાં સુરક્ષાને લઈને મોટી ખામી જોવા મળી હતી. અહીં સુરક્ષા કર્મચારીઓને ચકમો આપીને એક અજાણ્યો વ્યક્તિ મંદિરની ટોચ પર ચઢી ગયો હતો. આ સમાચાર સામે આવતા જ સમગ્ર વહીવટીતંત્ર ચોંકી ઉઠ્યું હતું. મંદિરની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. ત્યારે વહીવટીતંત્ર તપાસ કરી રહ્યું છે કે સુરક્ષામાં ખામી ક્યાં થઈ?


આ ઘટના બુધવારે સાંજે બની હતી. માહિતી મુજબ મોડી સાંજે જ્યારે ભક્તો મંદિરની અંદર જવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક એક વ્યક્તિ મંદિરના શિખર પર ચઢી ગયો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વ્યક્તિ પોતાને છત્રપુરનો રહેવાસી જણાવે છે. મંદિરના શિખર પર ચડ્યા પછી આ વ્યક્તિ ત્યાં લાંબો સમય ઉભો રહ્યો. સુરક્ષાકર્મીઓને આ વાતની જાણ થતાં જ તેઓએ તેને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.


ઓડિશાના પુરીમાં આવેલું ભગવાન જગન્નાથ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં દર વર્ષે લાખો અને કરોડો લોકો આવે છે. આ કારણથી મંદિરમાં સુરક્ષાની મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ પ્રકારની ઘટનાએ લોકોમાં શોક મચાવ્યો છે. તે જાણીને સૌને આશ્ચર્ય થયું કે કેવી રીતે તે વ્યક્તિ સુરક્ષાકર્મીઓને ચકાચૌંધ કરીને ત્યાં પહોંચવામાં સફળ થયો. કેમ કોઈને ખબર ન પડી?


વ્યક્તિએ કારણ જણાવ્યું


પોલીસે કહ્યું- શિખર પર ચઢનાર વ્યક્તિ પોતાને છત્રપુર (ઓરિસ્સા)નો રહેવાસી ગણાવી રહ્યો છે. વ્યક્તિના કહેવા પ્રમાણે તે 1988થી મંદિરમાં આવી રહ્યો છે અને તેની એક ઈચ્છા પૂર્ણ થયા બાદ તે નીલચક્રને સ્પર્શ કરીને પ્રણામ કરવા માંગતો હતો. આથી તે મંદિરના શિખરે પહોંચી ગયો. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.


ઓડિશાના પુરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર ભારતના ચાર ધામમાંથી એક છે. તે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે અને વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. આ મંદિરની સ્થાપના 1150 એડીમાં ગંગા વંશના શાસન દરમિયાન કરવામાં આવી હતી. મંદિરના રેકોર્ડ મુજબ અવંતિના રાજા ઇન્દ્રદ્યુમ્ને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ છે. મંદિરના ચારેય પ્રવેશદ્વાર પર હનુમાનજીની મૂર્તિઓ છે. મંદિરની ટોચ પરનો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application