ગીગણી ગામમાં કુવો ગાળતી વેળાએ ચરખી માથે પડતા શ્રમિક યુવાનનું મોત

  • April 01, 2021 08:26 PM 

સાપટીંગ તૂટી જતા બનેલો બનાવ, પરિવારમાં શોકનું મોજું

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે ખેતીની જમીને કુવો ગાળવાનું કામ ચાલી રહ્યું હોય દરમિયાનમાં સાપટીંગ તૂટી જતા ચરખી માથા પર પડતાં ગંભીર ઇજા થવાથી શ્રમિક યુવાનનું મૃત્યુ નિપજયું હતું.

મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના રાયપુર તાલુકાના દેવલી કલા ગામના વતની દિનેશભાઈ સોહન ભાઈ રાઠોડ ઉમર વર્ષ 19 નામનો યુવાન તથા તેના પરિવારે જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે રહેતા રાજેશ કાલીદાસભાઈ મારવિયાની ખેતીની જમીનમાં કૂવો ગાળવાનું કામ રાખ્યું હતું.

ગઈકાલે દિનેશભાઈ કુવાની અંદર કામ કરતા હતા, એ વેળા એક ડોલી ચરખી ગાર ભરેલ ઉપર કુવા બહાર આવતી હતી અને અચાનક ચરખીની સાફટીગ તૂટી જતા ચરખી માથા પર પડતા ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજયું હતું. યુવાનના મૃત્યુથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આ બનાવની જાણ રાજેશભાઈ મારવિયા દ્વારા જામજોધપુર પોલીસમાં કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS