મોડપરમાં યુવતીની છેડતીના પ્રશ્ને વેપારી યુવાન પર તલવાર વડે હુમલો

  • June 10, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના  મોડપર ગામમાં રહેતા એક વેપારી ઉપર તે જ ગામના એક શખ્સે તલવાર વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. યુવતી પર ખરાબ નજર રાખવા બાબતેની તકરારમાં આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.


આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકા ના મોડપર ગામમાં રહેતા અને પાન મસાલા ની દુકાન ચલાવતા પ્રવીણભાઈ નારણભાઈ ચાવડા નામના વેપારીએ પોતાના ઉપર તલવાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે  તેજ ગામના મનાભાઈ ગોજીયા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી મનાભાઈ ના ભાઈએ અગાઉ ફરિયાદીની પુત્રી સામે ખરાબ નજરથી જોતાં તે અંગે ઝઘડો થયો હતો. જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. હુમલાખોર આરોપી ભાગી છૂટ્યો હોવાથી મેઘપર પોલીસ તેને શોધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application