દ્વારકા નજીક પૂરપાટ જતી કારને અડફેટે બાઈક ચાલક યુવાન ઘવાયો

  • April 06, 2021 07:31 PM 

દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા મહેમુદ અલારખાભાઈ ઓઢા નામના 33 વર્ષના મુસ્લિમ યુવાન તેમના મોટરસાયકલ પર દ્વારકા- ઓખા હાઈવે રોડ પરના એક પેટ્રોલ પંપ પાસેથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પુર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા આઈ- ટ્વેન્ટી કાર નંબર જી.જે. 4 ડી.એ. 4848 ના ચાલક ભરતભાઈ પરમારએ અકસ્માત સર્જતા બાઇકચાલકને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે મહેમુદભાઈના માતા રહેમતબેન ઓઢાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે કારચાલક ભરતભાઈ સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS