એક વર્ષ પહેલા સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનમાંથી મોબાઇલ ચોરનાર ઝડપાયો

  • December 16, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક વર્ષ પહેલા સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનમાંથી મોબાઇલની ચોરી થઇ હતી આ ગુન્હો ડિટેકટ કરીને પોરબંદર રેલ્વે પોલીસે સફાઇ કામદારને મુંબઇ જઇને પકડી પાડયો છે. 
પરીક્ષિતા રાઠોડ ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક રેલ્વેઝ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા સરોજીની કુમારી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ.રે. અમદાવાદ તથા એસ.આર. પટેલ ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી પ.રે. રાજકોટએ યુનિટમાં મિલ્કત વિ‚ધ્ધના  ગુના ના બને તે સારુ સુચના આપેલ જે અન્વયે પી.વી. ડોડીયા પોલીસ સબ ઇન્સપેકટરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ અમિતભાઇ પરબતભાઇ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખગીરી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ભીમાભાઇએ ચોરીનો ગુન્હો આચરેલ આરોપીને શોધી કાઢવા ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સીસ દ્વારા આ કામના આરોપી અજય રામબ્રીજ સહાનીને હનુમાન ચૌલ નં. ૫, ‚મ નં. ૧૮, નાગેવાડી, ચેમ્બુર, મુંબઇ, મહારાષ્ટ્રથી પકડી પાડેલ અને ચોરીના ગુન્હાના કામે ડિટેઇન કરેલ છે. એની પાસેથી વીવો કંપનીનો વી-૧૯ મોડેલનો સિલ્વર કલરનો ટચ સ્ક્રીનવાળો મોબાઇલ ફોન કિંમત ‚ા. ૧૫ હજારનો કબ્જે થયો હતો. આ કામગીરીમાં પોલીસ હેડ  કોન્સ્ટેબલ ભીમશીભાઇ પરબતભાઇ, પોલીસ હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખગીરી, પોલીસ કોન્સ્ટેબલ જેન્તીભાઇ વી, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ બી. રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application