શહેરના વાવડી ગામ પાસે આવેલા મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં એડિશન એન્ટરપ્રાઈઝ નામના પુઠાના કારખાનામાં આજરોજ એક કરૂણ ઘટના બની હતી અહીં માલવાહક લિફ્ટમાં શ્રમિક મહિલાનું માથું ફસાઈ જતા ગંભીર રીતે ઘવાયેલી આ મહિલાનું મોત થયું હતું.બનાવના પગલે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ અહીં દોડી આવ્યો હતો. મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના વાવડી વિસ્તારમાં આવેલા મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ શેરી નંબર 1 માં એડિસન એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં ગુડ્સ લિફ્ટમાં કોઈ મહિલા ફસાઈ ગઈ હોવા અંગે સવારના 11 વાગ્યા આસપાસ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા મવડી ફાયર સ્ટેશનથી ટીમ તાકીદે અહીં પહોંચી હતી. હાઇડ્રોલિક ટુલ્સ અને મીની ફાયર ફાઈટર સાથે ફાયરનો સ્ટાફ અહીં પહોંચ્યો હતો બાદમાં અહીં માલવાહક લિફ્ટમાં ફસાયેલ ગીતાબેન રમેશભાઈ દયાતર(ઉ.વ 42) રહે. પુનિતનગર પાણીના ટાંકા પાસે વિશ્ર્વકમર્િ સોસાયટીને ફાયરના સ્ટાફે હાઇડ્રોલિક ટુલ્સની મદદથી બહાર કાઢી તુરંત 108 ને જાણ કરવામાં આવી હતી. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પૂર્વે જ આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ આ મહિલાનું મોત થયું હતું. બનાવના પગલે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.બી.ત્રાજીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અહીં એડિશન એન્ટરપ્રાઈઝ નામના આ પુઠાના કારખાનામાં પેકેજીંગ નું કામ થાય છે અહીં કારખાનામાં આવેલી માલવાહક લિફ્ટમાં કામ કરનાર ગીતાબેન નામની આ શ્રમિક મહિલા લિફ્ટમાં એકલા જ ઉપર જતા હતા ત્યારે કોઈ કારણોસર દિવાલ અને લિફ્ટ વચ્ચે તેમનું માથું ફસાઈ ગયું હતું જેમાં તેઓને ગંભીર ઈજા પહોંચવા સબબ તેમનું મોત થયું હતું. મહિલા વિધવા હોય અને તેમને સંતાનમાં ચાર સંતાન હોવાનું જાણવા મળ્યું છે. બનાવને લઇ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech