જવાહર મેદાન ખાતે ખરીદી માટે આવેલા મહિલા પર કરાયો હુમલો

  • March 20, 2024 10:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના ગધેડીયા ફિલ્ડ જવાહર મેદાન ખાતે મહિલા પર હુમલો કરાયાની ઘટના બની હતી. શહેરના જવાહર મેદાનમાં ખરીદી કરવા ગયેલા એક મહિલાને પ્રેમસબંધનું મનદુઃખ રાખી માતા-પુત્ર જ્ઞાતિ વિશે હડધૂત શબ્દો કહીં છરીથી માર મારી ધમકી આપી હતી.

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર શહેરી વિસ્તારમાં રહેતા એક મહિલા જવાહર મેદાનમાં કપડાંના સેલમાં ખરીદી કરવા ગયા બાદ વસ્તુ લઈને પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે પમ્પીબેન ધ્રુવભાઈ યાદવ અને તેનો દિકરો પ્રિયાંશુ ધ્રુવભાઈ યાદવ (રહે, બન્ને ૧૫૦ ફૂટ રીંગ રોડ, રેડચીલી હોટલની પાછળની શેરીમાં, ભરતનગર)એ આવી અગાઉના પ્રેમસબંધ બાબતનું મનદુ:ખ રાખી મહિલાને છરી વડે માર મારી ગાળો દઈ જાનથી મારી નાંખવા ધમકી આપી જ્ઞાતિ વિશે અપમાનિત શબ્દો કહ્યા હતા. બાદમાં તેમની પાસે રહેલ કોઈ દવા મહિલાના મોઢા ઉપર નાંખી બન્ને નાસી ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં દાખલ થયા હતા. ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત મહિલાએ માતા-પુત્ર સામે ગુનો દાખલ કરાવતા ઘોઘારોડ પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, જીપીએ ૧૩૫ અને એટ્રોસિટી એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application