બેંગલુરુમાં પિતાની નવી નક્કોર મર્સિડીઝ કાર લઇ મિત્ર સાથે ફરવા નીકળેલા નશાખોર પુત્રે રોડ ક્રોસ કરી રહેલી મહિલા પર કાર ચડાવી દીધી હતી અને એટલું જ નહી, બન્ને ત્યાંથી નાસી ગયા હતા. જો કે લોકોએ તેને પકડીને પોલીસને સોપી દીધો હતો, બીજી તરફ મહિલાનું મોત થતા બનાવ હત્યા માં પલટાયો હતો.પીડિતાની ઓળખ સંધ્યા એએસ તરીકે થઈ છે, જે બસવેશ્વરા નગરની રહેવાસી હતી. ધનુષ પરમેશ તરીકે ઓળખાતા યુવકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો ત્યારે તે રોડ ક્રોસ કરી રહી હતી.
એક 20 વર્ષીય યુવક દારૂના નશામાં મર્સિડીઝ બેન્ઝ પુરપાટ ચલાવીને નીકળ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરી રહેલી 30 વર્ષીય મહિલાને તેને ફંગોળી હતી.આ ઘટના બેંગલુરુમાંકેંગેરી ટ્રાફિક ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સેન્ટર પાસે બની હતી.
આરોપી ડ્રાઇવરના અલ્કોમેટર ટેસ્ટમાં દશર્વિવામાં આવ્યું હતું કે તેની પાસે લોહીમાં 177 મિલિગ્રામ/100 મિલી આલ્કોહોલનું પ્રમાણ હતું, જે 30 મિલિગ્રામ/100 મિલીની કાયદેસર રીતે માન્ય મયર્દિા કરતાં ઘણું વધારે હતું. ધનુષ પરમેશ નગરભાવીનો રહેવાસી છે અને સ્થાનિક વેપારી પરમેશનો પુત્ર છે, જે બેંગલુરુમાં ટ્રાવેલ એજન્સી ચલાવે છે.
પોલીસે જણાવ્યું કે આ અકસ્માત સાંજે 6.45 વાગ્યાની આસપાસ થયો હતો. તેઓએ જણાવ્યું હતું કે પરમેશે કાર ખરીદી હતી અને તેનો પુત્ર ધનુષ એક મિત્ર સાથે ડ્રાઈવ કરવા લઈ ગયો હતો. તપાસકતર્ઓિએ જણાવ્યું હતું કે ધનુષ અને તેનો મિત્રએ મૈસુર રોડ પર ડ્રાઇવ માટે નીકળતા પહેલા યશવંતપુરના એક મોલમાં દારૂ પીધો હતો.
જ્યારે તેઓ કેંગેરી કેન્દ્રની નજીક પહોંચ્યા, ત્યારે ધનુષ સ્પીડ બ્રેકર જોવામાં નિષ્ફળ ગયો અને વાહન પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે અથડામણ થઈ. સાક્ષીઓના જણાવ્યા મુજબ, તેણે સંધ્યાને રોડ પર પટકવિ દીધી હતી તેમ છતાં પણ તરત જ અટક્યો નહીં. ઘટનાસ્થળે હાજર લોકોએ ધનુષની અટકાયત કરી હતી, અને ત્યારપછી પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
કેંગેરી ટ્રાફિક પોલીસે તેની ધરપકડ કરી અને તેને ન્યાયિક કસ્ટડીમાં રાખ્યો. તેને ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) કલમ 105 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech