ધરસન ગામે મહિલાને રાત્રે પોણા બે વાગ્યે મરાયો માર!

  • September 17, 2024 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના ધરસન ગામે છૂટાછેડા લીધા છે તે મહિલાના ઘરમાં ઘૂસીને રાત્રે પોણા બે વાગ્યે માર મારવામાં આવતા ફરિયાદ નોંધાવી છે.  ૨૭ વર્ષના લક્ષ્મીબેન પીઠા સોલંકી એ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૨૧ માં કુતિયાણામાં તેના લગ્ન થયા હતા અને એક મહિના પહેલા જ છુટાછેડા લેતા પિયરીએ ઘરે પરત રહેવા આવી છે અને તારીખ ૧૩/ ૯ ના રાત્રે પોણા બે વાગ્યે તે તથા માતા હીરાબેન ઘરમાં સુતા હતા અને લક્ષ્મીને બાથ‚મ લાગતા ફળિયામાં ગઈ હતી એ દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પાસે અવાજ આવતા તેઓ જોવા ગયા ત્યારે એ જ ગામનો ખીમજી રામદે સોલંકી ફળિયામાં આવ્યો હતો અને અંધારામાં લક્ષ્મીબેન ના  કપાળના ભાગે કોઈ વસ્તુ વડે માર મારતા ઈજા પહોંચી હતી અને ત્યારબાદ લક્ષ્મી નીચે પડી જતા પડખામાં પાટુ મારીને જતા જતા કહેવા લાગ્યો હતો કે હું વકીલ છું અને જો તમે મા દીકરી મારી પોલીસમાં ફરિયાદ કરશો તો જીવતા મારી નાખીશ તેમ ધમકી આપી જતો રહ્યો હતો ત્યારબાદ લક્ષ્મીની માતા પણ દોડીને ત્યાં આવી ગઈ હતી અને ત્યારબાદ લોહી માથામાંથી નીકળતું હોવાથી ઈમરજન્સી સેવા ૧૦૮ મારફતે કુતિયાણા સારવાર માટે દાખલ કરી હતી અને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે અને ત્યાંથી તેણે એવી ફરિયાદ નોંધાવી છે કે ત્રણ મહિના પહેલા ખીમજી રામદે સોલંકી તથા તેની પત્ની લાભુ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો તેનું મન દુ:ખ રાખીને રાત્રે  ફરિયાદીના ફળિયામાં આવીને માથાના ભાગે ખીમજી રામદે સોલંકી એ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News