કોડીનારના ઘાંટવડ ગામની પરિણીતાને બાઇક પર લઇ જઇને દુષ્કર્મ ગુજારાયું

  • March 30, 2024 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનારના ઘાંટવડ ગામે રહેતી યુવતી પર ફોટા વાયરલ કરવાની ધમકી આપી નગડલા ગામના નરાધમે દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે. 
આ અંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ પરિણીતા તેના માવતરે રિસામણે બેઠી હતી બે વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. એકાદ મહિના પહેલા યુવતી હીરા ઘસવાનું કામ જામવાળા ગામમાં કરતા આ પીડિતા તેમનો હિસાબ સમજવા તેમને કોલ કરવામાં આવ્યો હતો પણ તે કોણ અન્ય રોંગ નંબરમાં લાગી જતાં આરોપી સાથે વાત કરી પણ તેમના સેઠનો આવાઝનાં આવતા પીડિતા દ્વારા કોલ કટ કરી નાખ્યો હતો ત્યાર બાદ એક કલાકનો સમય વીત્યા પછી ફરી એક વખત આરોપીનો  ફોન આવ્યો અને પીડિતા સાથે વાતસીત કરી નામઠામ પૂછ્યું આરોપીએ નામ ધર્મેશ ભાલીયા નગડલા ગામનો છે તેવું જણાવ્યું હતું તેમજ વાત આગળ વધી ત્યાર બાદ આરોપી ધર્મેશ ભાલીયા દ્વારા પીડિતાને કહ્યું કે મારી વાડીમાં કામ છે આવવું હોય તો કહેજો થોડા દિવસોમાં આરોપીનાં ફોન અવાર નવાર આવવા લાગ્યા ત્યાર બાદ તેનો ફોન આવ્યો કે હું ઘાંટવડ આવ્યો છું. આરોપી અને પીડિતાની મુલાકાત થઈ પીડિતાનાં મોબાઈલમાં ધર્મેશ ભાલીયાનો ફોન આવ્યો અને કહેલ કે મારે તને મળવું છે એટલે તું તારા ઘરની આગળ ઉભી રહેજે મારે તારું કામ છે તેવું કહેતા પીડિતા દ્વારા હા પાડવામાં આવી આશરે બપોરના અઢી કલાકે આરોપી ધર્મેશ ભાલીયા તેમની બાઈક લઈને પીડિતાનાં ઘર સામેથી નીકળ્યો અને પીડિતાનાં ઘર નજીક પાણીની ખાણ પાસે બોલાવતા પીડિતા ઘરે કહ્યા વગર પીડિતા ખાણ બાજુ નીકળી ગઈ હતી તો ત્યાં આરોપી ધર્મેશ ભાલીયા નામનો યુવક ઊભો હતો તેમની નજીક પીડિતા જતા તેમના સાથેનાં ફોટા પાડીને પીડિતાને બ્લેક મેઈલ કરી પીડિતા ઉપર દુષ્કર્મ આચયું હતું અને થોડે દૂર એક અજાણ્યો યુવક ઊભો હતો પીડિતા અને તેમની માતા એડવોકેટની મુલાકાત લઈ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા. પોલીસે આરોપી ધર્મેશ ભાલીયા ઉપર આઇપીસી કલમ ૩૭૬(એ) અને ૫૦૬ એટ્રો સિટીની કલમ મુજબની કલમો ઉમેરાઈ હતી તેમજ આગળની કાર્યવાહી કોડીનાર પોલીસ હેઠળ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application