ભાવનગર શહેર નજીક આવેલા વરતેજ પાસે રંગીલી ચોકડી પર અકસ્માતની ઘટના બની હતી. મતેલા સાંઢની માફક આવતા ડમ્પર ટ્રક ચાલકે સ્કૂટર પર ભાવનગર તરફ આવી રહેલા દંપત્તિને અડફેટે લેતા પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું. શહેરના પ્રભુદાસ તળાવનું દંપતી ભાણકી સાથે એક્ટીવા ઉપર પાલીતાણા દીકરીને મળી પરત ફરી રહ્યું હતું. તે વેળાએ વરતેજ નજીક આવેલી રંગોલી ચોકડી પાસે પહોંચતા ડમ્પરના ચાલકે એક્ટીવાને પાછળથી ટલ્લો મારતા એક્ટીવા પરથી ઉથલી મહીલા ડમ્પરના જોટા તળે ચગદાઈ જતા તેઓનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ટ્રકનો ચાલક ટ્રક સ્થળ પર છોડી નાસી છુટયો હતો. જ્યારે બનાવના પગલે ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલી ટેકરી ચોકમાં રહેતા માવજીભાઈ શામજીભાઈ રાઠોડ, તેમના પત્ની રેખાબેન (ઉ.વ. ૪૭) તેઓની ભાણકી રાશીબેન (ઉ.વ. ૦૫)ને લઈ તેઓની દીકરીના ઘરે પાલીતાણા આટો મારવા ગયા હતા. ત્યાથી સાંજના સુમારે એક્ટીવા પરત નંબર જીજે. ૧૮. એએસ- ૪૦૪૯ લઈને પરત ઘરે આવી રહ્યા હતા. તે વેળાએ વરતેજની રંગોલી ચોકડી, મુરલીધર હોટલના સામેના ભાગે પહોંચતા ડમ્પર નંબર જીજે. ૦૯. ઝેડ- ૯૫૨૫ના ચાલકે પોતાનું ડમ્પર પુરપાટ ઝડપે અને બેફિકરાઈ પુર્વક ચલાવી એક્ટીવને પાછળથી ટલ્લો મારતા એક્ટીવા પાછળ બેસેલા રેખાબેન ઉથલી પડી ડમ્પરના જોટામાં આવી જતા તેઓનું ચકદાઈ જતા કરૂણ મોત નિપજવા પામ્યું હતું. ઉક્ત બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે પર ઉમટી પડયા હતા. અને ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી.જ્યારે અકસ્માત સર્જી ટ્રકનો ચાલક ટ્રક સ્થળ પર જ મુકી નાસી છુટયો હતો. ઉક્ત બનાવ અનુસંધાને મૃતક રેખાબેનના દિકરા ખીમજીભાઈ માવજીભાઈ રાઠોડે ફરીયાદ આપતા વરતેજ પોલીસે ફરાર ડમ્પર નંબર જીજે. ૦૯. ઝેડ- ૯૫૨૫ના ચાલક વિરુધ્ધ આઈપીસી. ૨૭૯, ૩૦૪એ, મોટર વાહન અધિનિયમ ૧૭૭, ૧૩૪, ૧૮૪, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGPSC ભરતી: વર્ગ-1 અને 2ની 244 જગ્યાઓ માટે આવતીકાલથી અરજી શરૂ
March 06, 2025 07:27 PMRanya Rao Arrest: દુબઈ કેટલી વાર ગઈ? ધરપકડ કરાયેલી રાન્યા રાવ સુરક્ષાને આ રીતે ચકમો આપતી
March 06, 2025 07:16 PMGujarat: વિધાનસભામાં ચોંકાવનારા આંકડા: કચ્છમાં નોંધાયેલા બેરોજગારો કરતાં વધુને મળી નોકરી!
March 06, 2025 07:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech