દોઢ દાયકાની કારકીર્દીમાં ૧૦૦૦ થી વધુ પીડીત દર્દીઓને આપી સારવાર: અનેક ડીફીકલ્ટ પડકારજનક કેસમાં દર્દીઓને કર્યા હાલતા-ચાલતા: સૌરાષ્ટ્રનું અત્યાધુનિક ઇક્વીટમેન્ટ ધરાવતું સ્ટે હેલ્થી ફીઝીયોથેરાપી સેન્ટર
જામનગરના વિખ્યાત બીપીટી ક્ધસલ્ટન્ટ ફીઝીયોથેરાપીસ્ટ ડો. મારીશા વિઠ્ઠલાણીએ પોતાની દોઢ દાયકાની કારકીર્દીમાં ૧૦૦૦ થી વધુ લોકોને સફળતા પુર્વક ટ્રીટમેન્ટ આપી આ ક્ષેત્રમાં સરાહનીય અને નવતર કહી શકાય એવું કામ કર્યુ છે, દવા વગર દર્દનો ઇલાજ કરનાર ડો. મારીશાએ એવા પણ ડીફીકલ્ટ કેસ સાજા કર્યા છે, જે જોઇ, સાંભળીને બે ઘડી વિચાર કરવો પડે, કદાચ એટલે જ અન્ય ફીઝીયોથેરાપીસ્ટથી મારીશા અલગ તરી આવે છે. જે લોકો એવું માનતા હોય કે ફીઝીયોથેરાપીસ્ટ એટલે માત્ર કસરતવાળા તો એ વાત ખોટી છે, આવા લોકોએ ફીઝીયોથેરાપીસ્ટ વિશે ઉંડાણથી જાણવાની જરુર છે.
જામનગરના પીએન માર્ગ, ડીકેવી કોલેજની સામે ધનીશ કોર્પોરેટમાં બીજા માળે ક્લીનીક ધરાવતા ‘આજકાલ વુમન પાવર એવોર્ડથી સન્માનીત થયેલા’ ડો. મારીશા વિઠ્ઠલાણી ૧૪ વર્ષથી પ્રેક્ટીસ કરે છે, બીપીટી કલ્સન્ટન્ટ, ફીઝીયોથેરાપીસ્ટ એ નામ જ સ્ટે હેલ્થી (નિરોગી રહો) રાખ્યું છે, અહિં ફીઝીયોથેરાપી, રીહેબીલીટેશન, વેઇટ લોસ એન્ડ સ્પોર્ટ ઇન્જરી સેન્ટર સોમવાર થી શનિવાર સુધી ધમધમતુ રહે છે, આજકાલને ખાસ મુલાકાત આપી હતી, જેમાં ડો. મારીશા વિઠ્ઠલાણીએ કહ્યું હતું કે સ્ત્રી-પુરુષો મળી ૭૦ થી ૮૦ પેશન્ટ એમની પાસે ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે, અત્યાર સુધી ૧૦૦૦ થી વધુ પેશન્ટને તેઓએ સાજા કર્યા છે, એટલું જ નહિં અમુક કેસમાં તબીબી એવો અભિપ્રાય આપ્યો હોય કે આ દુ:ખાવા કે બીમારી સર્જરી વગર શક્ય નથી, એવા અઘરા કેસને પણ તેમણે સોલ્વ કર્યા છે.
થોડા સમય પહેલા સુરતનો એક યુવાન વાહન અકસ્માતમાં ઘાયલ થયો હતો, જેની હાલત ગંભીર હતી, બન્ને હાથ-પગ લકવાગ્રસ્ત હતાં અને તે અહિં સારવાર માટે આવેલ જેની સઘન સારવારના અંતે માત્ર ત્રણ માસના ટુંકાગાળામાં તે યુવક ઉભો થઇ ગયો, ચાલવા લાગ્યો છે, એટલી ઝડપથી રીકવરી તેને આવી છે, અન્ય એક યુવક પાંચમા માળે થી પટકાતા મલ્ટીપલ ફ્રેક્ચરો અને સ્પાઇનનો પ્રોબ્લેમ ઉભો થયો હતો, એક પગ ઝાડો અને એક પાતળો પગ હતો, આજે આ યુવક સારવાર બાદ ફટાફટ દાદરા ચડ ઉતર કરી શકે છે, નાઘેડી રોડ પર કાર અકસ્માતમાં એક વ્યક્તિનો ગોળો ૩૫ સેન્ટીમીટર ખસી ગયો હતો, જે સર્જરી વગર શક્ય નથી, એવો મત હતો પરંતુ અહિં સેન્ટરમાં નિયમીત સારવારના અંતે સારુ થઇ ગયું છે. આમ સામાન્ય કેસની સાથોસાથ અત્યંત જટીલ, ડીફીકલ્ટ લાગતા કેસોમાં પણ સારી એવી રીકવરી આવી છે. આવા તો અનેક દાખલા આપી શકાય તેમ છે કારણ કે તેણી માટે સારવાર એ સેવાનું મિશન છે.
આગળ કહે છે કે, ખભ્ભા, ગોઠણના દુ:ખાવા, મણકા-ગાદી ખસી જવી, ઘસારો, લીંગામેન્ટ, પેરાલીસીસ, બાળ લકવો, સાઇટીકા, દાઝીયા બાદ જકડાયેલા સાંધાઓ, જન્મજાત શારીરીક ખોટખાપણવાળા બાળકો, વા-સંધીવા, સાંધા બદલ્યા બાદની કસરત આવા દર્દીઓ અહિં સારવાર લીધા બાદ નોર્મલ થઇ જાય છે, જે દર્દીઓને સર્જરી કરવી પડશે જ એવું કહેવામાં આવ્યુ હોય તેવા દર્દીઓ અહિં આવ્યા બાદ હાલતા ચાલતા સ્વસ્થ બની જાય છે. આ પ્રકારના ૫૦૦ કેસ તેમણે હેન્ડલ કર્યા છે, એટલું જ નહિં અહિં ટ્રીટમેન્ટ લીધા બાદ લાંબાગાળે પણ કોઇને પ્રોબ્લેમ થતા નથી. ડો. મારીશાના સેન્ટરમાં મહિલા દર્દીઓ માટે અલાયદી સારવારની વ્યવસ્થા રાખવામાં આવી છે, આધુનિક મશીનો પણ કાર્યરત છે, વળી તેઓ અહિં આવતા દર્દીઓને જો કોઇ દવા ચાલુ હોય તો પ્રથમ એ દવા બંધ કરાવે છે અને કોઇપણ જાતની દવા વગર ટ્રીટમેન્ટ કરે છે, સારા પરિણામ મળ્યા છે, દવા સાથે ટ્રીટમેન્ટમાં તેઓ માનતા નથી કારણ કે ડો. મારીશાનું માનવું છે કે સારવાર દરમ્યાન દવા જો કોઇ ચાલુ હોય એ બંધ કરાવવામાં આવે તો જ આપણી સારવાર કેટલી કારગર નિવડી અને સાચા રીઝલ્ટની ખબર પડે છે.
ફીઝીયોથેરાપીસ્ટમાં કોઇ આડઅસર એટલે કે સાઇડઇફેક્ટ થતી નથી, ફીઝીયોથેરાપીસ્ટ ખાલી કસરતવાળા નથી, આ ટ્રીટમેન્ટ દર્દને જળમુળમાંથી મટાડે છે, કસરત કરાવવાથી સ્નાયુ સ્ટ્રોંગ થાય છે, રોજ દોઢ થી બે કલાક તેઓ એક દર્દીની સારવાર પાછળ સમય આપે છે, ૫૦ ટકા શારીરીક અને ૫૦ ટકા સાધનોથી સારવાર થાય છે. લેડીસ પેશન્ટની પ્રાઇવસી પર પુરતુ ઘ્યાન રાખવામાં આવે છે, તેઓ ક્ધસલન્ટની ફી લેતા નથી, માત્ર ટ્રીટમેન્ટની ફી લે છે. કોઇપણ દર્દીની કેટલી અને કેવી તકલીફ છે, કેટલી જુની છે એ પ્રમાણે સમય મર્યાદા નકકી થાય છે, વર્ષો જુના ઇન્જર્ડ દર્દવાળા પણ અહિં આવે છે તેમની ટ્રીટમેન્ટ કર્યા બાદ એવરેજ દોઢ-બે માસ જેટલો સમય લાગે છે, કયારેક એ પહેલા પણ સાજા થઇ જાય છે, જામનગર ઉપરાંત મુંબઇ, સુરત અને અન્ય મેટ્રો સીટીના પેશન્ટ પણ અહિં સારવાર માટે આવે છે, સ્ટ્રેચીંગ એક્સેસાઇઝ પહેલા અમે શીખડાવીએ અને પછી જેમ જેમ સમય જાય તેમ દર્દી ઘરે પણ આ રીતે કરે છે, અમારી પાસે ટ્રેકર મશીન, ન્યુ મેટીક કમ્પ્રેશન મશીન, શોકવેવ થેરાપી, બીટીએલ મશીન સહિતના કુલ ૪૯ આધુનિક મશીનો છે, જોકે મશીનની આદત પડતી નથી, પેઇન કીલર વગર દુ:ખાવા મટે છે, જેમાં સોજો ઘટાડવો, ઘા ને ગરમાવો આપવો, નસો ખોલવી, લીલી દેખાતી નસો હોય એ પ્રકારની સારવાર કરવામાં આવે છે. આજકાલની સ્ટ્રેશફુલ જીવન શૈલીમાં ડીપ્રેશનથી બચવા સ્વસ્થ રહેવામાં પણ એકસેસાઇઝ જરુરી છે, ઉપરાંત કોમ્પ્યુટર વર્કીંગ કરનારને પણ વિશેષ ઘ્યાન આપવું પડે તેમ છે, મોબાઇલનો ઉપયોગ દિન પ્રતિદિન વધી ગયો છે, મોબાઇલનો વધુ ઉપયોગ કરવાથી ૭૨ કેજી જેટલો ભાર લાગે છે, જે લાંબા સમય ગરદનના મણકાને નુકશાન કરી શકે છે, બાળકોમાં મોબાઇલના વધુ પડતા ઉપયોગથી ગ્રોથ અટકી ગયો છે, કેટલાક વળી બાઇકમાં સુઇ જતા હોય છે જેના લીધે કમરના મણકામાં તકલીફ જોવા મળી રહી છે, વળી કેટલાક નાના બાળકોમાં ખુંદ નિકળી જવાની અને ચીડચીડયો સ્વભાવ જેવો ફરીયાદો પણ વાલી કરતા રહે છે.
તમે બીજા ફીઝીયોથેરાપીસ્ટ થી અલગ કેમ પડો છે, તેમ પુછતા ડો. મારીશા એ કહ્યું હતું કે અમે દવા વગર સારવાર કરીએ છીએ, મારા કોઇપણ પેશન્ટે સર્જરી કરાવી નથી, દોઢ થી બે કલાક સંપૂર્ણ ઘ્યાન આપવામાં આવે છે, આધુનિક મશીનોની મદદ પણ લેવામાં આવે છે, અમે કસરત, મશીન બન્નેમાં પુરતુ ઘ્યાન અપાવીએ છીએ, સુવિધાઓ છે, અઘ્યતન મશીનરી, મહિલાઓ માટે અલગ વ્યવસ્થા, સારુ વર્તન અને દર્દીઓના દર્દ ઉપરાંત તેમની મનોવ્યથાનો પણ અભ્યાસ કરવામાં આવે છે, જેમ કે વયોવૃદ્ધ વ્યકિતઓને સારવારની સાથોસાથ માનવીય હુફની પણ જરુર હોય છે, આજે હું જે કંઇપણ છું એ મારા પેશન્ટોના કારણે છું, તેઓ પણ મારા પર ખૂબજ ભરોસો રાખે છે અહિંનો સ્ટાફ પણ ખૂબજ મળતાવડો છે અને પરિણામે સફળતા મળે છે.
ખાસ તો થઇ જશે.. એ મુળભુત રીતે કામ કરી જાય છે અને દર્દીને અંદરથી નવો વિશ્ર્વાસ સંપાદિત થાય છે, અહિં ક્લીનીક જેવું નહિં, ઘર જેવું વાતાવરણ અમો બનાવી રાખીએ છીએ.. જયારે કોઇ દર્દી બધી જગ્યાએ દોડી દોડીને થાકીને અમારી પાસે આવે ત્યારે તેને સાજા થવાની અનેક આશાઓ પણ હોય છે અને તેમાં અમે ખરા ઉતર્યા છીએ. ફીઝીયોથેરાપી સારવાર માસપેશીઓને સક્રિય કરીને કરવામાં આવતા ઉપચારની પદ્ધતી છે, આ ચિકીત્સા પદ્ધતીમાં દવાઓ આપવામાં આવતી નથી માટે તેને કોઇ આડ અસરનો પ્રશ્ર્ન રહેતો નથી. દર્દીઓની તકલીફ મુજબ જુદી જુદી કસરતો અને સાધનો વડે સારવાર થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech