અગ્નિકાંડમાં વેલ્ડર ઝડપાયો: ગોંડલ મગફળી કાંડ જેવું થશે?

  • May 28, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં સંચાલક, ભાગીદાર ત્રિપુટીને ક્રાઈમ બ્રાંચે પકડી પાડી હતી. આ ત્રણેયની પુછતાછ તેમજ ગેમઝોનમાં આગ લાગ્યાના વાયરલ થયેલા સીસીટીવીમાં વેલ્ડીંગ કરતી વખતે તણખા નીચે પડતા આગ ભભુકયાનું દેખાયું હતું. જેને લઈને તપાસનીશ ક્રાઈમ બ્રાંચ દ્રારા ગેમઝોનના ભાગીદાર આરોપી ગોંડલના રાહત્પલ રાઠોડના કાકા વેલ્ડર મહેશની પણ આજે ધરપકડ કરાઈ છે. વેલ્ડરની ધરપકડ થતાં ગોંડલના કરોડોના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો કાંડ તાજો થઈ રહ્યા હોય તેવું છે. ગોંડલના આ મગફળી કાંડમાં છેલ્લ ે સીઆઈડી ક્રાઈમની તપાસમાં દોષનો ટોપલો વેલ્ડર પર જ ઢોળી દેવાયો હતો. રાજકોટના ૩૦–૩૦ માનવીઓને ભરખી જનારા અિકાંડમાં પણ શું છેલ્લ ે બલીનો બકરો વેલ્ડર જ બનશે કે કેમ ? તેવી ચર્ચાએ મગફળી કાંડના જુના કૌભાંડને લઈને વેગ પકડયો છે.  

રાજકોટના ગેમઝોન અિકાંડમાં ક્રાઈમ બ્રાંચની ટીમે સાત આરોપી પૈકી ૩ આરોપી ભાગીદાર યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, ગોંડલના રાહત્પલ લલીતભાઈ રાઠોડ તથા મેનેજર નીતીન જૈનની ધરપકડ કરી છે. જે રીતે ગેમઝોનમાં આગ લાગી હતી તેમાં વેલ્ડીંગ કામ અત્યારે કેન્દ્રબિંદુ પર તણખો ઝરતા આગ લાગ્યાનું દેખાઈ રહ્યંું છે. ક્રાઈમ બ્રાંચની પુછતાછ અને તપાસમાં વેલ્ડીંગ કામનો કોન્ટ્રાકટ રાહત્પલના પરિવાર પાસે હતો. તે સમયે રાહત્પલના કાકા મહેશ વેલ્ડીંગ કરતો હતો. મહેશે કે અન્ય ભાગીદારોએ કોઈ એવી તકેદારી રાખી ન હતી કે,  તણખો ઝરશે તો આગ લાગશે. આવા કારણોસર આગ ભભુકી અને ભીષણ રૂપમાં ફેરવાઈ હતી. આ અિકાંડમાં મહેશની પણ આજે ક્રાઈમ બ્રાંચ દ્રારા ધરપકડ કરવામાં આવી છે.

સાત વર્ષ પહેલા રાય સરકાર દ્રારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાતી હતી અને ગોડાઉનમાં સ્ટોક થતો હતો. સરકારી વિભાગની સંસ્થાઓ દ્રારા આ કામગીરી સંભાળાતી હતી. સૌરાષ્ટ્ર્ર તરફનો મગફળીનો જથ્થો ગોંડલ નજીક મોટા ગોડાઉનમાં સંગ્રહીત કરવામાં આવતો હતો. આ ગોડાઉન અચાનક સળગી ઉઠયું હતું અને કરોડોની મગફળી બળીને ખાક થઈ ગઈ હતી. જે તે સમયે સરકારે ગોંડલ પોલીસ પાસેથી તપાસ લઈને તાત્કાલીક ધોરણે સરકારની હાથવગી એજન્સી સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી.  સીઆઈડી ક્રાઈમના વડાના વડપણ હેઠળ આ તપાસ થઈ હતી અને જે તે સમયે આ તપાસમાં એવું કલીક થયું હતું કે, ગોડાઉનમાં વેલ્ડીંગ કામ ચાલતું હતું ત્યારે તીખારો થતાં આગ ભભુકી હતી. તે સમયે વેલ્ડર સહિત અન્ય આરોપીઓની ધરપકડ થઈ હતી. મગફળીમાં ધૂળ મીશ્રીત કરીેને કરોડોનું કૌભાંડ થયું હતું અને આ બધો ઢાંકપીછોડો કરવા આગ ચાંપી દેવાયાની ખરી ખોટી વાતો ઉઠી હતી. અંતે સીઆઈડી ક્રાઈમે કરોડોના મગફળી આગ કૌભાંડમાં વેલ્ડર પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો. આ રાજકોટના ગેમઝોનમાં હત્યાકાંડ જેવા અિકાંડમાં પણ છેલ્લ ે શું આ વેલ્ડર મહેશને જ બલીનો બકરો બનાવી દેવામાં આવશે કે શું  ? તેવા પ્રશ્નોએ ચર્ચા વહેવા લાગી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application