જુનાગઢથી ગુજરાત અનુ.જાતિ સમાજ દ્રારા બાઈક રેલીનું આયોજન કરી ગોંડલ પંહોચી સંમેલનનું આયોજન કરાયું હતું. જેમા વકતાઓ એ મુખ્યત્વે પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાને આડે હાથ લઈ તેની દબંગગીરીને પડકારી હતી.બાઇક રેલી અને સંમેલનમાં જુનાગઢ, કેશોદ, જેતપુર, ધોરાજી સહિત સૌરાષ્ટ્ર્ર ભર માંથી અનુ.જાતિનાં યુવાનો ઉમટી પડા હતા.
આખરે આ બનાવના મુખ્ય ફરિયાદી રાજુભાઈ સોલંકી દ્રારા જનસભા ને સંબોધવામાં આવી હતી અને કહેવાયું હતું કે અમે વટલાઈ ગયેલા છીએ માં અને જયરાજસિંહનું ડીએનએ ચેક કરવામાં આવે તો મારા ડીએનએમાં પણ ક્ષત્રિય જ આવે વધુમાં જયરાજસિંહ જાડેજાને ખુલ્લી ચેલેન્જ આપતા રાજુભાઈ સોલંકી એ કહ્યું હતું કે મારે ચાર દીકરા છે તારે એક દીકરો છે કોઈ ભૂલ કરતા નહીં ગોંડલ શહેર અને તાલુકાના કોઈપણ જગ્યાએ અન્યાય થશે તો તેઓ જરથી હાજર રહેશે આ ઉપરાંત રાજુભાઈ સોલંકી મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે જો જયરાજસિંહ અને તેનો દીકરો ગણેશ એક અઠવાડિયું ગોંડલની બજારમાં બોડી ગાર્ડ વગર ફરી બતાવે તો હત્પં આ કેસમાં સમાધાન કરી લઈશ.
આ ઉપરાંત દલિત સમાજના ઠેર ઠેરથી આવેલા આગેવાનોએ સમાજના જ આગેવાનોને કટાક્ષ કરતાં કહ્યું હતું કે આપણા જ સમાજના કેટલાક લોકો સમાજની વિદ્ધ જઈ લુખાઓના તલવા ચાટવા જાય છે આવા લોકોને ચમચો આપી સન્માન કરવાની ફરજ પડશે. દલિત સમાજના આગેવાનોએ કહ્યું કે આ કેસમાં હજુ અમારી વધુ ચાર માંગ છે જેમાં મૂળ એફઆઈઆર માં ગુજસીટોકનો ઉમેરો કરવો, ગુનાહિત કાવતરામાં ૧૨૦બીની કલમ ઉમેરવી, સ્પેશિયલ પીપીની નિમણૂક કરવી તેમજ આ કેસ ફાસ્ટ ટ્રેકમાં લઇ છ મહિના કે વર્ષમાં કેસ ચલાવી દેવો વધુમાં દલિત સમાજ વિદ્ધ વિડિયો કિલપ માં બોલનાર સિધ્ધરાજસિંહ ઝાલા વિદ્ધ પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્રારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા ન હોય તે તુરતં લેવા માંગ કરવામાં આવી હતી.
જૂનાગઢની ઘટના આકસ્મિક હતી: જયરાજસિંહ જાડેજા
ગોંડલમાં દલિત સંમેલન બાદ પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ પત્રકાર પરિષદ ભરી જણાવ્યુ કે જુનાગઢમાં બનેલી ઘટના આકસ્મિક હતી.પુર્વયોજીત નહોતી. હત્પં જુનાગઢનાં એ પરીવારને ઓળખતો પણ નથી.કે મારે તેઓ સાથે કોઈ વાંધો પણ નથી. તેમ છતા કોઇને મારા પરીવારથી તકલીફ હોય તો મને કોઈ વાંધો નથી. તેમણે કહ્યુ કે અમારા તરફથી બંધનું એલાન અપાયુ નહોતુ તેમ છતા ગોંડલ તથા ગામડાઓ અને માર્કેટ યાર્ડ દ્રારા અમને સમર્થન આપ્યુ તે બદલ હત્પ તેમનો આભારી છુ. ખાસ કરી ગોંડલનાં દલીત સમાજનો આભાર માની જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે દલીત સમાજનાં આગેવાનો મારાં સંપર્કમા હતા.અને મને ખુલ્લ ુ સમર્થન જાહેર કર્યુ હતુ.મારા જાણવા મુજબ આગેવાનો રેલીમાં પણ જોડાયા નથી. સંમેલન માં જયરાજસિહ વિષે કરાયેલી ટિપ્પણીઓ અંગે જયરાજસિહે કહ્યુ કે રેલી કે સભા માં મારા વિષે કોઈ બોલે તો મને નથી લાગતુ કે મારે જવાબ આપવો જોઈએ તેનાં લેવલ માં અને મારાં લેવલ માં ઘણો ફર્ક છે. સોશિયલ મીડીયા માં ગણેશ અને જયરાજસિહ વિષે ચાલી રહેલી ચર્ચાઓ અંગે તેમણે કહ્યુ કે ચાલી રહેલા ભ્રામક અપપ્રચાર નો જવાબ ગોંડલ ની જનતા આપશે.અમદાવાદ કે કોઈ અન્ય જગ્યાનું મીડિયા ગોંડલ વિષે સર્ટીફીકેટ આપે તે યોગ્ય નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech