બાદનપરમાં એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન

  • May 12, 2021 11:27 AM 

સ્થાનિક પંચાયત દ્વારા લોકોને ઘરની બહાર કામ નહીં નીકળવા તાકીદ: માસ્ક સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું

બાદનપર ગામના તમામ ગ્રામજનોને વિનંતી કરવામાં આવે છે કે તારીખ:-13/05/2021ના રોજ બપોરના 12 વાગ્યાથી  તારીખ:-19/05/2021 સુધી ગામમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે છે.તારીખ :-20/05/2021 ના રોજથી દુકાનો તથા શાકભાજીની દુકાનો રાબેતા મુજબ ખુલશે.આજ રોજ તારીખ:-11/05/2021ને મંગળવારના રોજ સંતોકી ભવનમાં ઉમિયા પરિવાર સિદસર તરફથી ડોક્ટરોની ટીમ દ્વારા 180 ગ્રામજનોના રેપીડ ટેસ્ટ કરવામાં આવેલ તેમાંથી 16 ગ્રામજનોના ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. આ બાબત બહુજ ગંભીર ગણાય. આ કોરોનાની સંક્રમણની ચેન(કડી) તોડવા માટે આ સ્વૈચ્છિક લોકડાઉનનું ચુસ્તરીતે પાલન કરી કોરોનાના જીવલેણ ચેપને આગળ વધતો અટકાવવામાં મદદ રૂપ થઈએ.

પ્લાનમાં પાણી ભરવાનો સમય સવારે 7:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધીનો રહેશે, દૂધની ડેરી રાબેતા મુજબ ખુલ્લી રહેશે, ગામના તમામ લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું, કામ સિવાય કોઈએ બિનજરૂરી બહાર નીકળવું નહીં તથા બિનજરૂરી બહાર બેસવું નહીં, તાવ ,શરદી, ઉધરસ કે અશક્તિ ,નબળાઈ જેવું લાગે તો  તરત જ  દવા લો અને  કોરોના  ટેસ્ટ કરવો, જે લોકોના ઘરમાં કોરોના પોઝિટિવ વ્યક્તિ હોય તો તે લોકોએજ સ્વૈચ્છીક બહાર ન નીકળવું.એક અઠવાડિયા સુધીના આ સ્વૈચ્છિક લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરી ગામને સલામત રાખીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS