એક એવું ગામ જ્યાં હજુ સુધી કળયુગ પ્રવેશ કરી શક્યો નથી

  • May 31, 2024 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિંદુ શાસ્ત્રોમાં ચાર યુગ માનવામાં આવે છે - સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. અત્યારે ચોથો યુગ એટલે કે કળિયુગ ચાલી રહ્યો છે. પરંતુ માન્યતાઓ અનુસાર વૃંદાવનમાં એક એવું ગામ છે જ્યાં આજ સુધી કળયુગ આવ્યો નથી. અહીંના લોકો આજે પણ સાદું જીવન જીવે છે અને આધુનિક સાધનો વિના પોતાનું જીવન જીવી રહ્યા છે.


આજે 21મી સદીમાં આધુનિકતાએ દેશના દરેક ખૂણે પોતાનું સ્થાન બનાવી લીધું છે. હિંદુ માન્યતાઓ અનુસાર આ કળિયુગમાં બહુ ઓછા લોકો એવા જોવા મળે છે જે સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. પરંતુ જો કહેવામાં આવે કે એક એવું ગામ છે જ્યાં લોકો આજે પણ આધુનિક સાધનોથી દૂર રહે છે. ઉત્તર પ્રદેશમાં એક એવું ગામ છે જે જોઇને લાગશે કે સદીઓ પહેલાના કોઈ યુગમાં ગયા આવી ગયા છો.


તાતિયા સ્થળ સ્વામી હરિદાસ સંપ્રદાય સાથે સંકળાયેલું છે. આ સ્થાન લલિત કિશોરીના સાતમા અનુયાયી હરિદાસજીનું ધ્યાનસ્થળ હતું. સ્વામી હરિદાસને બાંકે બિહારીજીના મહાન ભક્ત માનવામાં આવે છે. તેમણે વૃંદાવનના પક્ષીઓ, ફૂલો અને વૃક્ષો પાસેથી પ્રેમ અને દિવ્ય સંગીત શીખ્યા હતા.


સમગ્ર વૃંદાવન પ્રદેશમાં તાતિયા ગામ વિશેષ સ્થાન ધરાવે છે, કારણકે આ સ્થાન પર સંતો વગેરે સમગ્ર વિશ્વથી અલિપ્ત થઈને ભગવાન કૃષ્ણની ભક્તિમાં મગ્ન રહે છે. અહીં ઠાકુરજીની સેવા સાથે સંત સેવા, ગાય સેવા વગેરે પણ કરવામાં આવે છે. વૃંદાવનમાં તાતિયા સ્થળ એકમાત્ર એવું સ્થળ છે જે ભક્તોને પ્રકૃતિ સાથે જોડે છે.


તાતિયાના સ્થાનિક લોકોનું માનવું છે કે આજે પણ અહીં ઠાકુરજીનો વાસ છે. આ સ્થળના રહેવાસીઓએ કુદરત વિરુદ્ધના માધ્યમો પસંદ કરવાને બદલે દેવત્વ પસંદ કર્યું હોવાનું મનાય છે. જ્યારે આજના સમયમાં લોકો માટે એસી વગર જીવવું મુશ્કેલ છે ત્યારે આજે પણ તાતીયા સ્થળના લોકો પંખા વગર જીવે છે. સૂર્યાસ્ત પછી અહીંના લોકો બલ્બને બદલે મીણબત્તીઓ પ્રગટાવે છે. આ સ્થાન પર રાધા અષ્ટમીનો તહેવાર પ્રખ્યાત તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.


તાતિયાનું નામ કેવી રીતે પડ્યું?


આ સ્થળ વાંસના થાંભલાઓથી ઘેરાયેલું છે અને સ્થાનિક ભાષામાં વાંસને તાતિયા કહેવામાં આવે છે. તેથી આ સ્થળનું નામ તાતિયા પડ્યું. માન્યતાઓ અનુસાર હરિદાસજી અને તેમના અનુયાયીઓ નિધિવનમાં ધ્યાન અને ધાર્મિક વિધિઓ કરતા હતા. પરંતુ લલિત કિશોરીજી જે સાતમા આચાર્ય હતા તેમણે નિધિવન છોડીને આ સ્થાન પર ધ્યાન કરવાનું શરૂ કર્યું. કારણ કે આ સ્થળ વૃંદાવનના અન્ય ભાગોથી અલગ હતું. ઉપરાંત યમુના નદી પણ આ સ્થાનની ખૂબ નજીક છે. ત્યારથી આ સ્થળની દિવ્યતા વધી ગઈ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News