શિકારનો વીડિયો રેકોર્ડ કરવા જીવતી ગાયને ધરી દીધી ભૂખ્યા સિંહ સામે, ગીર વિસ્તારનો વીડિયો વાયરલ

  • October 28, 2020 02:04 AM 3091 views

ગુજરાતમાં ગીર વિસ્તારનો એક વીડિયો સોશ્યલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સિંહ એક જીવતી ગાયનો શિકાર કરતો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે કેટલાક લોકોએ શિકારનો વીડિયો અને ફોટો ક્લીક કરવા માટે ગાયને સિંહ સામે ધરી હોવાની વાત ચર્ચાઈ રહી છે. આ વીડિયો આંધ્રપ્રદેશથી રાજ્યસભના સાંસદ પરિમલ નથવાણીએ તેમના ટ્વીટર પર શેર કર્યો છે અને સાથે જ આ કામ કરનાર લોકોને સજા મળે તેવી વાત પણ કરી છે. 

આ અંગે જાણવા મળ્યા મુજબ આ વીડિયો ગુજરાતના કોડીનાર અને ઉના વચ્ચેની કોઈક જગ્યાનો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગાયને ચારા તરીકે દોરડા સાથે બાંધવામાં આવી છે.  તે સમયે એક સિંહ અચાનક ઝાડીઓમાંથી આવે છે અને ગાય પર તુટી પડે છે.  આ સમયે કેટલાક યુવાનો વીડિયો ઉતારતા પણ જોવા મળે છે. આ યુવાનો ગાયનો શિકાર થાય છે તે આખી ઘટનાનો વીડિયો બનાવી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ એવું ચર્ચાઈ રહ્યું છે તે તેઓ ખાસ આ 'શો' જોવા માટે જ દૂરથી આવ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, "આ ગેરકાયદે થતા લાયન શોનો છે જેના માટે યુવાનોએ મોટી રકમ ચુકવી હશે."


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application