રાજકોટના તબીબ દ્વારા નોંધપાત્ર વૃક્ષો વાવ્યા: સૌથી વધુ 251 વૃક્ષો માટે જાણીતા ડો. ચેતરીયા દ્વારા અનુદાન
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં પયર્વિરણીય વૃક્ષો વાવીને સમગ્ર પંથકમાં હરિયાળી લાવી, અને પયર્વિરણનું જતન કરવાના દ્રઢ નિધર્રિ સાથે તાજેતરમાં સ્થાપવામાં આવેલા ગ્રીન ખંભાળિયા ગ્રુપ દ્વારા નોંધપાત્ર અને પરિણામલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં ખંભાળિયા શહેરના વિવિધ એસોસિએશનો, કાર્યકરો અને દાતાઓના નોંધપાત્ર સહયોગ વચ્ચે અહીંના અનેક ડોક્ટરોએ ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષો દત્તક લઈ અને આવકારદાયક તેમજ પ્રેરણાપ સેવા કાર્યો કયર્િ છે.
એવરેસ્ટ શિખર સર કરી ચૂકેલા અને શહેરમાં આવેલી સાંકેત હોસ્પિટલના જાણીતા તબીબ ડો. સોમાત ચેતરીયાએ આ સમગ્ર અભિયાનથી પ્રભાવિત થઈને ગ્રીન ખંભાળિયા 2000ના આ અભિયાનમાં સૌથી વધુ કહી શકાય તેટલા 251 વૃક્ષોને દતક લેવાની તૈયારી દશર્વિી છે. આટલું જ નહીં, આ ભગીરથ કાર્યમાં અન્ય જરિયાત મુજબનો સહયોગ આપવા પણ તત્પરતા દશર્વિતા સૌ કોઈએ આ બાબતને આવકારી હતી.
ખંભાળિયા શહેરથી તબીબી વ્યવસાયની કારકિર્દી શરૂ કરી અને હવે રાજકોટમાં સ્થાયી થઈ, સમગ્ર સૌરાષ્ટ્રમાં આગળ પડતું નામ ધરાવતા ડો. સંજયભાઈ દેસાઈ (પાયલ હોસ્પિટલ વાળા)એ પણ 51 વૃક્ષો દત્તક લેવાની તત્પરતા દશર્વિી અને ખંભાળિયા શહેરનું ઋણ અદા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ખંભાળિયાના જાણીતા સેવાભાવી તબીબ ડો. અમિત નકુમ દ્વારા 51 વૃક્ષો, જાણીતા ગાયનેક ડો. શાલીન પટેલ દ્વારા 51 વૃક્ષો, ડો. નિલેશભાઈ ચાવડા દ્વારા 51, ખંભાળિયાના મૂળ વતની અને હાલ રાજકોટ ખાતે સ્થાયી થયેલા ડો. રમેશભાઈ કછટીયાએ 21 વૃક્ષો દત્તક લેવાની તૈયારી દશર્વિી છે. આ ઉપરાંત નિદાન ઈમેજિંગ સેન્ટરના ડો. ભાવેશ ધારવીયાએ 21, ઓપેરા ક્લિનિક વાળા ડો. હમીર કાંબરીયાએ 21, ડોક્ટર તેજસ પટેલ દ્વારા 21, જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. નિસર્ગ રાણીંગાએ 11, ડો. રામ ચાવડાએ 11, ગાયનેક ડો. ભરત વાનરીયાએ 11 એ વૃક્ષ ઉપરાંત અન્ય તબીબોએ પણ વૃક્ષો દતક લેવાના આ અભિયાનમાં તન, મન અને ધનથી સહભાગી થઈને સહયોગ દશર્વિતા ડોક્ટર પરિવારનો વૃક્ષ સહયોગનો આંકડો આશરે 600 થી 700 સુધી પહોંચવા આવ્યો છે.
ખંભાળિયા નગરપાલિકા દ્વારા જરી સાથ સહકાર મળી રહે તે માટે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી તેમજ ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસ દ્વારા પણ તત્પરતા દશર્વિવામાં આવી છે. આમ, ગ્રીન ખંભાળિયા વિચારના પ્રણેતા એવા ડો. એચ.એન. પડિયાનો વિચાર હવે આગામી દિવસોમાં ઘેઘૂર વૃક્ષ બની રહેશે અને નજીકના દિવસોમાં 2000 વૃક્ષોનો ટાર્ગેટ પૂર્ણ થયા બાદ જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો વાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ સમગ્ર અભિયાન માટે ગ્રીન ખંભાળિયા ગ્રુપના કાર્યકરોની જહેમત પણ કાબિલે દાદ બની રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહરીપર પાસે સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો
December 23, 2024 11:18 AMપોલીસે બરડા ડુંગરના સરમણિવાવ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીનો કર્યો નાશ
December 23, 2024 11:18 AMઘર પાછળ કેમ આવે છે ? પૂછતાં યુવકને મારી નાખવાની ધમકી
December 23, 2024 11:17 AMજામનગરમાં રહેણાંક મકાનમાં ગેસની પાઇપમાં લીકેજ થતા રસોડામાં લાગી આગ
December 23, 2024 11:17 AMરાજકોટ યાર્ડમાં ૫૦ લાખ કિલો ડુંગળીની આવક; ભાવમાં કડાકો
December 23, 2024 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech