ગુજરાત વિધાનસભામાં આજે છેલ્લ ા દિવસે ડ્રગ્સના મામલે શાસક પક્ષ ભાજપ ને ઘેરવા માટે કોંગ્રેસે કસર છોડી ન હતી અને ડ્રગ્સના મામલે વિધાનસભાના ફલોર પર શાબ્દિક રમખાણ થઇ હતી આ બધા વચ્ચે કોગ્રેસના ધારાસભ્ય જીેશ મેવાણીને વિધાનસભા અધ્યક્ષે ગૃહમાથી બહાર હાકી કાઢયા હતા.આથી ગૃહનુ વાતાવરણ ગરમાયુ હતુ. ગુજરાત રાયના કચ્છ વલસાડ નવસારી તથા અન્ય જિલ્લ ાઓના દરિયા કિનારેથી છેલ્લ ા ૧૫ દિવસમાં આશરે ૮૫૦ કરોડનું ડ્રગ્સ ના ચેકિંગ દરમિયાન મળી આવ્યું છે પરિણામે લોકોમાં ભય અને ચિંતાની લાગણી ફેલાય છે. આવા ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે રાય સરકારે પગલા લીધા તે મામલે વિધાનસભામાં ૧૧૬ ની જાહેર અને તેની બાબત પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી આ ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્રારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ મુદ્દે રાયના ગૃહ રાય મંત્રી જણાવ્યું હતું, વિપક્ષ દ્રારા કોઈપણ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે તો તેનો જવાબ આપવા બંધાયેલો છે ગુજરાત રાજયમાં ઘુસાડવાના ઇરાદાઓ સામે ગુજરાત પોલીસ સતર્ક રહી છેલ્લ ા એક વર્ષમાં રાજયમાં એનડીપીએસ એકટ હેઠળ ૩૧૭ ગુના દાખલ કરી કુલ–૪૩૧ આરોપીઓ પકડી અંદાજે ૫૬૪૦ કરોડ પિયાનો મુદ્દામાલ પકડી સમગ્ર દેશમાં નાર્કેાટીકસના દૂષણથી દેશના યુવાધનને બચાવવા માટેનો એક સંનિ પ્રયાસ કરી રહેલ છે. ડ્રગ્સ સંબંદે એટીએસ ટીમે મહારાષ્ટ્ર્ર જઈને કાર્યવાહી કરી છે.
જસદણની દીકરીને ન્યાય અપાવવાની માંગણી અને આ મુદે ચર્ચા લાઈવ કરવાની ગૃહમા કોંગ્રેસના ધારાસભ્ય જીેશ મેવાણીએ કરી હતી.ઉશ્કેરાયેલા મેવાણી વેલમા ધસી આવીને બંધારણના નિયમોનુ પાલન કરવા આવતુ નહી હોવાના ઉચ્ચારણથી ગૃહનુ વાતાવરણ ગરમાયુ હતુ.
આ મામલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉગ્ર બની ગયા હતા.બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણની વિદ્ધ કશુ જ નથી થતુ આપ બંધારણને આપ સમજો તે જરી છે. વિધાનસભાના ધારાસભ્યો માટે ભારતનું બંધારણ ભગવદગીતા અને બાઇબલ બરાબર છે નિયમોના ઉપરવટ જઈને કશું જ કરવામાં આવતું નથી. આ તબક્કે ગૃહમાં ઉપસ્થિત ધારાસભ્યોએ દેકારો બોલાવ્યો હતો ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો તેમના સ્થાન પર ઉભા રહીને ઉગ્ર અવાજમાં બોલતા હતા મામલો થાળે પાડવા માટે થઈને વિધાનસભા અધ્યક્ષ એ દરમિયાનગીરી કરવી પડી હતી અને નિયમ ૫૧ હેઠળ જીેશ મેવાણી ને વિધાનસભા ગૃહમાંથી બહાર કાઢવા આદેશ કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech