ખંભાળિયામાં કોરોના સામે લડત આપવા ભાજપ દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાયો

  • April 15, 2021 07:42 PM 

ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યલય ખાતે કોરોના સામે રક્ષણ આપતી રસી મુકાવવા અંગે બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખંભાળિયામાં નવાપરા ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલે બુધવારે તથા આજરોજ ગુરુવારે વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. ગઈકાલે પ્રથમ દિવસે જ 210 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન માટે અહીંના આરોગ્ય તંત્ર દ્વારા નોંધપાત્ર સહકાર પ્રાપ્ત થયો હતો.

વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપના પ્રમુખ ખીમભાઈ જોગલ, મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા અને મયુરભાઈ ગઢવી, કાર્યાલય મંત્રી કિરીટભાઈ ખેતીયા, જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ વનરાજસિંહ વાઢેર, ભાણવડ શહેર ભાજપ મહામંત્રી યોગેશ રાઠોડ, જિલ્લા ભાજપ મંત્રી પરબતભાઇ ભાદરકા, ખંભાળિયા શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષ ભાઈ કણજારીયા, ઋષિરાજ ખેતીયા, રવિરાજસિંહ જાડેજા તેમજ જિલ્લા ભાજપ  ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસ, ખંભાળિયા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ કુંદનબેન આરંભડીયા સાથે જોડાયા હતા.

ગઈકાલે આંબેડકર જયંતી નિમિત્તે કાર્યક્રમના પ્રારંભે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરી, વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો કરવામાં આવેલ હતો. આજે ગુરુવારે બીજા દિવસે પણ સવારે નવ વાગ્યાથી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો વેક્સિનનો લાભ લેવા જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS