જામનગરમાં બોકસાઇટના ધંધાર્થીને મારી નાખવાની ધમકી આપતો વ્યાજખોર

  • June 05, 2021 01:45 PM 

અગાઉ પુત્રએ રપ લાખ લીધા બાદ વ્યાજ ભરી દેવા છતાં પઠાણી ઉઘરાણી: અગાઉ આરોપી પાંચ લાખનું સોનું બળજબરીથી કઢાવી લીધું હતું: પોલીસ દ્વારા કરાતી તપાસ: શહેરમાં ચકચાર

જામનગરના બોકસાઇટના ધંધાર્થીના પુત્રએ વ્યાજે લીધેલી રકમ કટકે કટકે વ્યાજ ભરી દીધું હોવા છતાં વ્યાજખોર દ્વારા અગાઉ સોનું બળજબરીથી કઢાવી લીધા બાદ થોડા દિવસોથી મેસેજ અને બ મારી નાખવાની ફરિયાદી તથા પરિવારને ધમકી આપ્યાની તેમજ પઠાણી ઉઘરાણી કયર્નિી પોલીસ ફરિયાદ વ્યાજખોર શખ્સ સામે નોંધાવવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા ફરિયાદીની વિગતોના આધારે તેમજ મોબાઇલ નંબરના આધારે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

જામનગરના ક્રિસ્ટલ મોલવાળી શેરી જય.કો.ઓપ. સોસાયટી શ્રીજી કૃપા બંગલા નં. ર0 ખાતે રહેતા બોકસાઇટના વેપારી અરવિંદભાઇ જમનાદાસ પાબારી (ઉ.વ. 68) દ્વારા ગઇકાલે સીટી સી ડીવીઝનમાં જામનગરના દેવેન્દ્રસિંહ પરમાર (મો. 95101 00001) ની વિઘ્ધ આઇપીસી કલમ-386, 387, 504, 506 (ર) તથા મની લેન્ડ એકટસ કલમ-5, 40, 4ર મુજબ ફરિયાદ નોંધાવતા ચકચાર વ્યાપી છે.

વિગત અનુસાર અરવિંદભાઇના પુત્ર જયએ આરોપી દેવેન્દ્રસિંહ પાસેથી અઢી વર્ષ પહેલા વ્યવસાય અર્થે ા. રપ લાખ દર માસે 10 ટકા લેખે વ્યાજે લીધા હતા, જેનું કટકે કટકે જયએ વ્યાજ ભરેલ હતું અને બાદમાં ગત તા. 30/07/ર019 ના રોજ ડરના લીધે જય ઘર મુકીને ક્યાંક જતો રહ્યો હતો.

ત્યારબાદ થોડા માસ પછી આરોપી દેવેન્દ્રસિંહ પરમારે ફરિયાદી અરવિંદભાઇ ઘરે જઇને ફરિયાદી તથા તેના પરિવારને મારી નાખવાનો ભય બતાવીને ા. પ લાખની કિંમતનું સોનું બળજબરીથી કઢાવી લઇ ત્યારબાદ અરવિંદભાઇને થોડા દિવસ પહેલા મેસેજ કરીને મારી નાખવાની ધમકી આપી હતી.

એ પછી ફરિયાદીના ઘરે રાત્રિના સુમારે આવી અપશબ્દો બોલીને મારી નાખવાની ધમકી આપી અને ફરિયાદીને પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી, ગત તા. 1/1/ર019 ના સમયગાળાથી ર/6/ર0ર1 ના સમયગાળા દરમ્યાન સોસાયટી ખાતે બનેલા બનાવ સંબંધે ગઇકાલે વિધિવત ગુનો દાખલ થતાં સીટી સી પીઆઇ ગોંડલીયાની સૂચનાથી પીએસઆઇ આર.એલ. ઓડેદરા અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા મામલો ચચર્મિાં આવ્યો હતો, આખરે આ પ્રકરણ પોલીસ મથકે પહોંચ્યું છે, બોકસાઇટના ધંધાર્થીના પુત્રએ વ્યાજે પિયા લીધા બાદ વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ધમકીઓ આપવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, પોલીસ દ્વારા આરોપીના મોબાઇલ નંબરના આધારે હાલ કાર્યવાહી આગળ ધપાવી છે, ઉપરાંત ફરિયાદ સંબંધેની અન્ય વિગતો મેળવી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS