પતંગની દોરીથી અકસ્માતે અવસાન પામેલા મિત્રને અનોખી શ્રદ્ધાંજલિ

  • January 08, 2024 07:23 PM 

ભાવનગરના પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા છેલ્લે ચાર વર્ષથી મિત્રને એક અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. શું છે આ અનોખી શ્રદ્ધાંજલિ આવો જાણીએ, પોતાના મિત્રનું પતંગની દોરીથી અવસાન થયા બાદ છેલ્લા ચાર વર્ષથી ટુવ્હીલર પર ગાર્ડ લગાવી મિત્રને અનોખી શ્રદ્ધાંજલિ પ્રયત્ન ફાઉડેશન દ્વારા આપવામાં આવે છે. 

ભાવનગર શહેરના પ્રયત્ન ફાઇન્ડેશન દ્વારા છેલ્લા ચાર વર્ષથી શહેરના કાળીયાબીડ પાણીની ટાંકી પાસે ઉતરાયણના ૭ દિવસ પહેલા ટુવ્હીલર ચાલકો માટે વિનામૂલ્યે ગાર્ડનું ફીટીંગ કરી આપવામાં આવે છે. ભાવનગરનું પ્રયત્ન ફાઉન્ડેશન છેલ્લા ૧૩ વર્ષથી ગરીબ અને ભુખ્યા બાળકો માટે મિઠાઇ, કપડા તેમજ દિવાળીમાં ફટાકડા વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. સંસ્થા છેલ્લા ૧૧ વર્ષથી ગરીબ, ભુખ્યા તેમજ કુપોષિત રોજના ૪૦૦ બાળકને ભોજન આપી રહી છે. આ સંસ્થાના એક અંગ સંસ્થાના કાર્યકર અભિષેક તેગાંલી ચાર વર્ષ પહેલા પોતાની બાઈક લઇને કાળીયાબીડ પાણીની ટાંકી થઇને જવેલ્સ સર્કલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન હિમાલીયા મોલ પાસે ગળામાં પતંગની દોરી આવી જવાથી યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. અને સરવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. આ બનાવને લઇ સમગ્ર પ્રયત્ન ફાઉન્ડેશનના સભ્યોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અને ત્યારે પ્રયત્ન ફાઉન્ડેશનના સભ્યો દ્વારા પોતાના મિત્રને અનોખી શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કરાયું હતું. અને છેલ્લા ૪ વર્ષથી વિનામૂલ્યે ટુવ્હીલ વાહનમાં લોખંડનું ગાર્ડનું ફીટીંગ આપવામાં આવે છે. આ એક ગાર્ડની અંદાજીત કિંમત રૂા. ૨૦૦ જેવી થાય છે. અને પ્રથમ વર્ષે ૫૦૦ ગાર્ડ ફિટિંગ કરી આપવામાં આવ્યા હતા. જ્યારે આ ચાર વર્ષની સેવા બાદ આજે લોકોનો ઘસારો પણ વધ્યો છે. અને આ વર્ષે ૭૦૦ જેટલા ગાર્ડ તેજ જગ્યા જ્યાં તેમની ટીમના સદસ્યનું દોરી સાથે અકસ્માત થતા મોત થયું હતું. ત્યાંજ વિક્ટોરીયા પાર્કના દરવાજા પાસે, કાળીયાબીડની પાણીની ટાંકી ખાતે ટુવ્હીલરમાં વિનામુલ્યે ગાર્ડ લગાવી આપવામાં આવે છે. મહત્વનું એ છે કે આ સેવાકીય કાર્યમાં કોઈ ગાર્ડ વિતરણ નહી પણ પોતે કોઈ મોટા વેપાર-ધંધા કે નોકરી કરતા હોવા છતાં પોતાના હાથે ટુવ્હીલરમાં ગાર્ડ ફિટ કરી આપે છે. જેનાથી તેના મિત્ર સાથે બનેલી ઘટનાનું પૂર્ણાવર્તન ન થાય અને ભાવનગર શહેરના કોઈ નાગરિક પોતાના જીવ ન ગુમાવે કોઈ પરિવારના સભ્ય ઓછું ન થાય કે પછી કોઈ પોતાના બાળકને આગળ બેસાડી જાય તો તેને કોઈ ખરાબ દિવસો જોવા ન પડે, તેવા પ્રયત્ન "પ્રયત્ન ફાઉન્ડેશન" કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application