પેરિલ ઓલિમ્પિકસ ૨૦૨૪ તાજેતરમાં પૂર્ણ થયું છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત ઓલિમ્પિકમાં દુનિયાભરના ખેલાડીઓએ પોતાની તાકાત બતાવી હતી. જો કે ઘણા એવા ખેલાડીઓ હતા જેઓ માત્ર મેડલ જીતવા માટે જ નહી પરંતુ દિલ હારીને પણ સમાચારમાં હતા. પેરિસને પ્રેમનું શહેર કહેવામાં આવે છે. અહીં કપલ પોતાના પ્રેમને ખુલ્લેઆમ વ્યકત કરે છે. આવી સ્થિતિમાં ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓ પણ પાછળ ન રહ્યા અને એક અનોખો રેકોર્ડ સર્જાયો. એક રિપોર્ટ અનુસાર, પેરિસમાં કુલ ૧૧ ખેલાડીઓએ લગ્ન માટે તેના પાર્ટનરને પ્રપોઝ કયુ. આ પહેલા કયારેય ઓલિમ્પિકમાં આટલા ખેલાડીઓએ લગ્નનો પ્રસ્તાવ મૂકયો ન હતો.
પેરિસ ૨૦૨૪એ ઘણા રેકોર્ડ તોડા, પેરિસ ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીના પ્રમુખ ટોની એસ્ટાનગુએટે સમાપન સમારોહમાં કહ્યું. રેકોર્ડ વ્યુઅરશિપ, રેકોર્ડ હાજરી, રેકોર્ડ ડેસિબલ લેવલ અહીં જોવા મળ્યું હતું. અને હા પેરિસમાં અમે એક નવો રેકોર્ડ તોડો છે જે અમારા દિલની ખૂબ નજીક છે. ઓલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યામાં કરાયેલા લગ્ન માટેના પ્રસ્તાવ.
ચીની બેડમિન્ટન સ્ટાર હત્પઆગં યાકિયોંગને તેના બોયફ્રેન્ડ લિયુ યુચેને ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેને લગ્ન માટે પ્રપોઝ કયુ. યુચેન બેડમિન્ટન ખેલાડી પણ છે. યાકિયોંગે ઝેંગ સી વેઈ સાથે મિકસડ ડબલ્સમાં ગોલ્ડ જીત્યો હતો. જયારે ફ્રેન્ચ દોડવીર એલિસ ફિનોટે મહિલાઓની ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝ ફાઇનલમાં યુરોપિયન રેકોર્ડ તોડવા માટે જ નહીં પરંતુ તેના મેરેજ પ્રપોઝલ માટે પણ હેડલાઇન્સ બનાવી હતી.
અમેરિકન મહિલા રગ્બી સેવન્સ પ્લેયર એલેવ કેલ્ટરે બ્રોન્ઝ જીત્યા પછી તરત જ તેના સાથી રગ્બી સેવન્સ પ્લેયર કેથરિન ટ્રેડરને પ્રપોઝ કયુ. ઇટાલિયન જિમ્નાસ્ટ એલેસિયા મોરેલીને તેના પાર્ટનર માસિમો બર્ટેલોનીએ પ્રપોઝ કયુ હતું. મૌરેલીએ ગ્રુપ ઓલ–અરાઉન્ડ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. બંને બે વર્ષથી વધુ સમયથી સાથે છે. અમેરિકાના જસ્ટિન બેસ્ટે તેની ગર્લફ્રેન્ડ લાની ડંકનને એફિલ ટાવરની સામે પ્રપોઝ કયુ હતું. જસ્ટિને રોઈંગમાં ગોલ્ડ જીત્યો હતો. અમેરિકન શોટપુટ પ્લેયર પેટન ઓટરડાહલે પણ ગર્લફ્રેન્ડ મેડી નાઇલ્સને એફિલ ટાવર ખાતે રીંગ આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથ સૂર્યવંશીની હત્યા માટે મહારાષ્ટ્રના CM ફડણવીસ જવાબદારઃ રાહુલ ગાંધી
December 23, 2024 04:19 PMભારતમાં ૧.૧૭ લાખ કરતા વધુ સ્ટાર્ટઅપ્સની નોંધણી
December 23, 2024 04:17 PMગુજરાતની ૧૫૯ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાનો ‘ઇ-નગર’ પ્રોજેક્ટમાં સમાવેશ, જાણો કઈ કઈ સેવાઓ મળે છે
December 23, 2024 04:05 PMચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech