નાતાલની અનોખી ઉજવણી : રાજકોટ ક્રેડાઈ આરબીએ વુમન્સ વિંગ દ્રારા જરૂરિયાતમંદોને ગરમ કપડાંનું વિતરણ

  • December 30, 2023 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ક્રેડાઇ વુમન્સ વીંગ વર્ષ દરમ્યાન વિવિધ સેવાકીય પ્રકલ્પો પ્રયોજતી રહે છે ત્યારે ક્રેડાઇ રાજકોટ બિલ્ડર એસોસિએશનની વુમન્સ વીંગ દ્રારા ક્રિસમસ નિમિત્તે બહત્પવ્યાપી સેવાકીય કાર્ય હાથ ધરાયું હતું. રાજકોટની વિવિધ હોસ્પિટલ, વૃદ્ધાશ્રમો, બાલાશ્રમો, ઝૂંપડપટ્ટી અને બાંધકામ સાઇટ સહિતના સ્થળો પર ધાબળા અને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે, આ સેવાકાર્યની ખાસ વાત એ હતી કે તમામ મહિલા સભ્યોએ પોતાના બાળકો સાથે સાંતાકલોઝ બનીને ગરમ કપડાની હત્પફં જરિયાતમદં લોકોને આપી હતી.

ક્રેડાઇ આરબીએની વુમન્સ વીંગની મહિલા સભ્યોએ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના મેટરનિટી વિભાગ, બાળકોની હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, જનરલ ઇન્ડોર વિભાગ તેમજ પધ્મકુવરબા હોસ્પિટલમાં ધાબળા, પ્રસુતાઓ માટે ગરમ કપડા, નવજાત શિશુ માટે ટોપી, સ્વેટર, હાથ–પગના ગરમ મોજા, જેકેટ સહિતની ગીફટ સાંતાકલોઝ બનીને આપી હતી. હોસ્પિટલમાં અસંખ્ય સાંતાકલોઝને નિહાળી લોકો ભારે અચંબિત બન્યા હતા અને સાંતા તરફથી મળતી ગીફટ સ્વીકારીને જરિયાતમદં લોકોના ચહેરા પર રેલાયેલા સ્મિતને જોઇને બાળ સાંતાઓએ પણ ખુશીની લાગણી અનુભવી હતી.
રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરાના માર્ગદર્શન અને આગેવાની હેઠળ આયોજિત આ સમગ્ર સેવાકાર્યમાં આરબીએ ક્રેડાઇ વુમન વિંગનાં પ્રમુખ દર્શનાબેન નીખીલભાઈ પટેલ, સેક્રેટરી મોનાબેન ચેતનભાઈ રોકડ અને જોઇન્ટ સેક્રેટરી પ્રિતિકાબેન વિશાલભાઈ સોનવાણી તેમજ રાજકોટ ક્રેડાઇ આરબીએ વુમન્સ વીંગની મહિલા સભ્યો, બિલ્ડરો અને બાળકો આ કાર્યમાં જોડાયા હતા. ખાસ વાત એ છે કે રાત્રે ૯ વાગ્યાથી વહેલી સવારે ૩ વાગ્યા સુધી ચાલેલી આ સેવાપ્રવૃતિમાં બાળકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. યારે ક્રિસમસના દિવસે સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૮ વાગ્યા સુધી સદ્દભાવના વૃદ્ધાશ્રમ, અંધ–અપગં વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, શહેરની વિવિધ ઝુંપડપટ્ટી, બાંધકામ સાઇટના શ્રમિકો તેમજ અન્ય જરિયાતમદં લોકોને ગરમ વક્રોની હંફ આપી રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન તેમજ ક્રેડાઇ વુમન્સ વીંગએ પોતાની સામાજીક જવાબદારી નિભાવી હોવાનો આત્મસંતોષ મેળવ્યો હતો. અત્રે ઉલ્લ ેખનીય છેકે તાજેતરમાં જ દર્શનાબેન નીખીલભાઈ પટેલની વરણી ગુજરાત ક્રેડાઈ વુમન્સ વિંગના પ્રમુખ તરીકે કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application