ખાંભા ઉના સ્ટેટ હાઇ-વે પર સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારી ગયો

  • March 06, 2021 01:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાંભા ઉના હાઇવે પર અવારનવાર ઓવરલોડ સિમેન્ટ ભરેલા ટ્રકના અકસ્માતનો સિલસિલો યથાવત છે, હજુ થોડા મહિના પહેલા આ હાઇવે પર સિમેન્ટ ભરેલો ટ્રક નો અકસ્માત થયો તેમજ ઇગોરાળા નજીક પણ સિમેન્ટ ભરેલા ટ્રકનો અકસ્માત થયો હતો ત્યાં વધુ એક સિમેન્ટ ભરેલો ટ્રક ખાંભા ચાતુરી વચ્ચે આવતા રાહાગાળા નજીક પલટી મારી ગયો હતો જ્યારે કોઈ જાનહાની થઈ ના હતી પરંતુ આ અકસ્માત પાછળ ટ્રક દ્રાઈવરને જોકુ આવી જતા અકસ્માત થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આવી રીતે ઓવરલોડ ભરેલા ટ્રકનો નીચે નિર્દોષ લોકોની બલી ચડશે બાદ માં અટકશે કે કેમ તે એક વેધક સવાલ થઈ રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS