ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈની પુણ્ય સ્મૃતિમાં બુધવારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

  • July 05, 2021 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલુકાના કેશોદ ગામે વિવિધ પ્રકારના 250 વૃક્ષોનું કરાશે વાવેતર

ખંભાળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય તથા તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડાનું ગત માસમાં નિધન થતાં ખંભાળિયા તાલુકા સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. આગામી બુધવાર તારીખ 7 જુલાઈના રોજ અહીંના નિષ્ઠાવાન નેતા કાળુભાઈ ચાવડાના અવસાનને એક માસ પૂર્ણ થતાં તેમની પૂણ્યસ્મૃતિમાં ખંભાળિયા તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે દેવજીભાઈ રામભાઈ મોકરિયાના સંપૂર્ણ સહયોગથી વિવિધ પ્રકારના 250 વૃક્ષોના વાવેતર કરવાનું આયોજન કરાયું છે. આ માટે તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, મહામંત્રી કાનાભાઈ કરમુર, રવજીભાઈ નકુમ સહિતના કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS