ખંભાળિયાના પૂર્વ ધારાસભ્યની પુણ્યતિથિ નિમિત્તે કેશોદ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • July 08, 2021 10:37 AM 

સ્થાનિકો, આગેવાનોની ઉપસ્થિતિમાં 250 વૃક્ષોનું વાવેતર કરાયું

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાનું ગત માસમાં દુઃખદ નિધન થતા તેમની પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ખંભાળિયા તાલુકા ભાજપના ઉપક્રમે કેશોદ ગામના દેવજીભાઇ રામભાઇ મોકરીયાના સહયોગથી ગામના આવાળ માતાજીના મંદિર નજીકની પાંચ વીઘા જેટલી વિશાળ જગ્યામાં યોજવામાં આવેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિવિધ પ્રકારનાં 250 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અહીંના પૂર્વ ધારાસભ્ય અને તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડાની પ્રજાલક્ષી કામગીરી તથા પ્રજાભિમુખ વ્યક્તિત્વને લોકોએ અવિસ્મરણીય ગણાવીને આ વૃક્ષોના વાવેતર દ્વારા તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે મંદિરના મહંત યમુનાનંદજીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ રામભાઈ કરમુર, પ્રભાત કાળુભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, મહામંત્રી કાનાભાઈ કરમુર, રવજીભાઈ નકુમ, શૈલેષભાઈ કણજારીયા, જિલ્લા પંચાયતના સદસ્ય જીતેન્દ્રભાઈ કણજારીયા, હિતેશભાઈ પિંડારિયા, પરબતભાઈ ભાદરકા, વિક્રમભાઈ બેલા, વિજયભાઈ નંદાણીયા, હાજાભાઈ ચાવડા, કાનાભાઈ બંધીયા, ભરતભાઈ ગોજીયા, મશરીભાઇ નંદાણીયા, વીરપાળભાઇ ગઢવી, સ્થાનિક સરપંચ સહિતના ગ્રામજનો, આગેવાનો વિગેરે મોટી સંખ્યામાં સાથે જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)