ખંભાળિયામાં નવયુગ પાર્ક ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

  • July 07, 2021 09:41 AM 

ખંભાળિયામાં આવેલા નવયુગ પાર્ક ખાતે વન વિભાગ અને સોસાયટીના સભ્યોના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર કનુભાઈ પીંડારીયા, રઘુવીરસિંહ જાડેજા, રાજીબેન, રાધુબેન સાથે આ માટે પ્રયત્નશીલ રહેતા મૌલિકભાઈ તથા સોસાયટીના સભ્યો દ્વારા પીપળો, આસોપાલવ, ઉંમરો, બિલીપત્ર, લીંમડો, જાંબુ, શેતૂર, શિમળો, તુલસી, અરડુસી અને સરગવો જેવા વિવિધ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

આ વૃક્ષોનું જતન થાય અને વ્યવસ્થિત બાગ તૈયાર કરી શકાય તે માટે અરવિંદભાઈ ચોપડા અને તેમની ટીમે આ વૃક્ષોની ફરતે થાંભલા ઉભા કરી તેમાં તાર-ફેન્સીંગ કરી, આ કાર્યક્રમને સફળ બનાવવાની જહેમત ઉઠાવી હતી. આ બદલ વન વિભાગ દ્વારા તેઓની આ સેવા પ્રવૃતિને બિરદાવી હતી. હાલમાં ભાણવડ ચોકડી પાસે રામનગર વિસ્તારમાં આવેલા નવયુગ પાર્ક ખાતે વિનામુલ્યે રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમ વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS