મર્ડર-મિસ્ટ્રી અને થ્રિલર સીરીઝનો ઓટીટી પર ખજાનો ખુલશે

  • January 08, 2024 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણી વેબ સિરીઝ જાન્યુઆરી 2024માં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ, ડિઝની પ્લસ હોટસ્ટાર અને એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે.

જાન્યુઆરી 2024માં ઘણી રસપ્રદ સ્ટોરી થિયેટરોમાં તેમજ ઓટીટી પર જોવા મળશે. એક તરફ કલ્કિ 2898 એડી, મેરી ક્રિસમસ, મેં અટલ હું અને ફાઇટર જેવી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે ત્યારે ઈન્ડિયન પોલીસ ફોર્સ, કિલર સૂપ, કર્મા કોલિંગ અને ધ લિજેન્ડ ઓફ હનુમાન ઓટીટી પર સ્ટ્રીમ કરવામાં આવશે.


ઈન્ડિયન પોલીસ ફોર્સ : રોહિત શેટ્ટી અને સુશાંત પ્રકાશ દ્વારા નિર્દેશિત 'ઈન્ડિયન પોલીસ ફોર્સ' 19 જાન્યુઆરી 2024ના રોજ ઓટીટી પર રિલીઝ થશે. સાત એપિસોડની આ એક્શન થ્રિલર વેબ સિરીઝની વાર્તા ભારતીય પોલીસ અધિકારીઓની આસપાસ ફરશે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી રહેલી આ વેબ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શ્વેતા તિવારી, નિકિતિન ધીર, ઋતુરાજ સિંહ, મુકેશ ઋષિ અને લલિત પરિમુ મહત્વના રોલમાં જોવા મળશે. જે અમેઝોન પ્રાઈમ પર જોવા મળશે.


કિલર સૂપ : મનોજ બાજપેયી અને કોંકણા સેન શર્માની ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ 'કિલર સૂપ' 11 જાન્યુઆરીએ સ્ક્રીન પર આવશે. અભિષેક ચૌબે દ્વારા નિર્દેશિત આ વેબ સિરીઝ ઓટીટી  પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

કર્મા કૉલિંગ : ડિઝની પ્લસ હોટસ્ટારની વેબ સિરીઝ 'કર્મા કૉલિંગ' એબીસી સિરીઝ રિવેન્જની રિમેક છે. આ વેબ સિરીઝમાં રવીના ટંડન ઈન્દ્રાણી કોઠારીના રોલમાં જોવા મળશે. 26 જાન્યુઆરીએ રિલીઝ થનારી આ વેબ સિરીઝનું નિર્દેશન રુચિ નારાયણ દ્વારા કરવામાં આવ્યું છે.


ધ લેજેન્ડ ઓફ હનુમાન : 'ધ લિજેન્ડ ઓફ હનુમાન'ની ત્રીજી સીઝન 12 જાન્યુઆરીએ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.આ વેબ સિરીઝમાં શરદ કેલકરે રાવણના પાત્રને પોતાનો અવાજ આપ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application