ખંભાળિયા અને ભરાણા ગામે જુગાર રમતા કુલ ચાર શખ્સો ઝડપાયા

  • July 02, 2021 11:06 AM 

ખંભાળિયા-પોરબંદર રોડ પર આવેલી રાજધાની હોટલની બાજુમાં સ્થાનિક પોલીસે જયાદ જાફર માંધુ (ઉ.વ. 23) અને જાવેદ ઉમર રુંઝા નામના બે શખ્સોને હાલમાં શ્રીલંકા ખાતે ચાલી રહેલી ક્રિકેટ મેચ પર રનફેરનો જુગાર રમતા ઝડપી લઇ, રૂપિયા 3,950 રોકડા તથા બે મોબાઇલ ફોન સહિત કુલ 15,950 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી, સોયબ અબ્બાસ ચમડીયા અને જાફર હુસેન વલીમામદ ભાયા નામના બે શખ્સોને ગંજીપત્તા વડે જુગાર રમતા ઝડપી લઇ, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS