રાજકોટ અગ્નિકાંડ બાદ કોર્પોરેશન સફાળુ જાગ્યું છે. છેલ્લા ચાર દિવસમાં કુલ 520 એકમોની ચકાસણી કરવામાં આવી છે. જેમાંથી 160 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો તા.૨૯-૦૫-૨૦૨૪થી તા.૦૧-૦૬-૨૦૨૪ સુધીમાં કુલ ૫૨૦ એકમોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી ૧૬૦ એકમો સીલ કર્યા છે. ફાયર NOC અને BU સર્ટિફિકેટ લેવા પાત્ર એકમ/સંકુલ માટે BU સર્ટિફિકેટ અને ફાયર NOC સંબંધકર્તાએ મેળવી લેવા મ્યુનિ. કમિશનરની નાગરિકો જોગ જાહેર સૂચના આપવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર શ્રી દેવાંગ દેસાઈ દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૯-૦૫-૨૦૨૪થી તા.૦૧-૦૬-૨૦૨૪ દરમ્યાન વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ ૫૨૦ એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ ૧૬૦ સંકુલો સીલ કરવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ બનાવવામાં આવેલ ટીમો દ્વારા તા.૨૯-૦૫-૨૦૨૪થી તા.૦૧-૦૬-૨૦૨૪ દરમ્યાન કુલ ૫૨૦ એકમોની ચકાસણી કરવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૩ ગેઇમ ઝોનની ચકાસણી કરાવામાં આવી અને આ તમામ ૧૩ ગેઇમ ઝોન સીલ કરાયા. આ ઉપરાંત ૧૪૯ હોસ્પિટલમાં ચકાસણી કરી ૧૩ હોસ્પિટલોને સીલ કરવામાં આવી. ૮૨ જેટલા કોમર્શિયલ એકમો/મોલ/શોપિંગ કોમ્પ્લેક્ષ/શોપ્સમાં ચકાસણી કરી ૨૨ એકમો સીલ કરવામાં આવ્યા. ૧૯૧ ટ્યુશન ક્લાસ/એજ્યુકેશન સંસ્થાઓમાં ચકાસણી અકરી ૭૦ સંકુલો સીલ કરાવામાં આવ્યા. ૧૦ પાર્ટી પ્લોટ/ટેમ્પરરી સ્ટ્રક્ચરની ચકાસણી કરી આ તમામ ૧૦ સંકુલો સીલ કરાવામાં આવ્યા. ૨૨ જેટલા હોટલ/રેસ્ટોરન્ટ/બેન્કવેટ હોલની ચકાસણી કરી તે પૈકીના ૦૯ સંકુલો સીલ કરાયા. વધુમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૫૩ જેટલા અન્ય બિલ્ડીંગો (સિનેમા, જીમ વિગેરે)ની ચકાસણી કરી તેમાંથી ૨૩ બિલ્ડીંગો સીલ કરવામાં આવી.
ફાયર NOC તથા BU સર્ટિફિકેટ અંગે નાગરિકો જોગ જાહેર સુચના
આથી સંબંધિત તમામને આ જાહેર સુચનાથી જાણ કરવામાં આવે છે કે, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ તથા તે હેઠળ અમલીકૃત CGDCR ની જોગવાઈ મુજબ ઈમારત/મિલકત માટે બાંધકામ વપરાશ પ્રમાણપત્ર (BU) લેવાનું રહે છે તથા ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ-૨૦૧૩ તથા તે હેઠળના નિયમો-૨૦૧૪ તેમજ રેગ્યુલેશન-૨૦૨૩ની જોગવાઈ અનુસાર ફાયર NOC મેળવવાનું રહે છે.
ઉપરોક્ત જોગવાઈ અનુસાર આથી જણાવવાનું કે, રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતી ઉપરોક્ત કાયદાકીય જોગવાઈને પાત્ર તમામ ઈમારત/મિલકત માટે ઈમારત/મિલકતધારકોએ BU સર્ટિફિકેટ લેવા પાત્ર એકમ/સંકુલ માટે BU સર્ટિફિકેટ તેમજ ફાયર NOC લેવા પાત્ર એકમ/સંકુલ માટે ફાયર NOC સંબંધકર્તાએ મેળવી લેવાના રહેશે તેમજ જેઓએ મેળવેલ ન હોય તેઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech