BREAKING NEWS

એક અઠવાડિયામાં તાવ, શરદી, ઉધરસના કુલ ૧૪૦૬ કેસ નોંધાયા

  • May 11, 2026 08:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં તાવ, શરદી, ઉઘરસના કુલ ૧૪૦૬ જેટલા કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટ મનપાએ મચ્છરજન્ય રોગચાળો અટકે એ માટે અનેક ઘરોમાં પોરાનાશક અને ફોગીંગ કામગીરી કરી છે.રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગવાળા દ્વારા ઊભા વતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો વતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ તા.૪-૫થી તા.૧૦-૫ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૩૦૩૫૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૨૫૨ ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્વળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરુદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૭૦૯ પ્રીમાઈસીસ (બાંધકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ અર્થે રહેણાંકમાં ૨૬૭ અને કોર્મશીયલ ૩૮ આસામીને નોટીસ આપવામાં આવેલ છે.

રોગચાળાની કેસની વિગત
તા.૪-૫-૨૦૨૭થી તા.૧૦-૫-૨૦૨૬
કેસની સંખ્યા
શરદી ઉધરસના કેસ
૬૪૮
સામાન્ય તાવના કેસ
૭૫૮
ઝાડા ઉલટીના કેસ
३८४


0

ટાઈફોઈડ તાવના કેસ
કમળો તાવના કેસ
મરડાના કેસ
કોલેરા
મેલેરિયા
પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે કુલ ૧૨૩૧ લોરીન ટેસ્ટ કરવામાં આવેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application