આગામી બોર્ડ પરીક્ષાઓના સુચારૂ આયોજન માટે રાજ્યકક્ષાની વિડિયો કોન્ફરન્સ: આ કોન્ફરન્સમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર અને સંબંધિત અધિકારીઓ જોડાયા
આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫ દરમિયાન બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ લેવાનાર છે. બોર્ડની જાહેર પરીક્ષાઓને આનુષાંગિક તૈયારી અંગેની વિડીયો કોન્ફરન્સ શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર અને રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશ કુમારની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ યોગ્ય તૈયારીઓ સાથે યોજાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે કલેકટર આર.એમ.તન્ના તેમજ સંબંધિત અધિકારીઓ સહભાગી બન્યા હતા.
આ વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે કેન્દ્રોની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જીલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શરૂ રહે તે માટેનું આયોજન, પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોંગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા કરવા,ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહનવ્યવહારની સગવડ કરવા વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધોરણ-૧૦ ના કુલ ૯,૨૪૬ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૮ કેન્દ્રોમાં લેવાશે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના કુલ ૩,૭૪૦ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૬ કેન્દ્રોમાં લેવાશે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના કુલ ૩૩૧ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૨ કેન્દ્રોમાં લેવાશે. આમ, જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ ના કુલ ૧૩,૩૧૭ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૧૬ કેન્દ્રોમાં ૫૬ બિલ્ડિંગ્સના ૪૭૧ બ્લોક અંતર્ગત લેવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરત દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 3 મહિનાના હંગામી જામીન આપ્યા
March 28, 2025 06:42 PMગુજરાત વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક પસાર, લાખો નાગરિકોને હવે આ લાભ મળશે
March 28, 2025 06:41 PMબ્લોકને કારણે 31 મેની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
March 28, 2025 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech