જામનગરમાં ત્રણ દરવાજા વિસ્તારમાં ગઇરાત્રે વરસાદી વાતાવરણની વચ્ચે એક ઘેઘૂર વડલો ધરાશાયી થયો

  • July 26, 2021 12:30 PM 

સતત અવરજવર વાળા વિસ્તારમાં તે સમયે કોઈ પસાર થતું ન હોવાથી સદભાગ્યે જાનહાની ટળી

જામનગર શહેરમાં ગઈકાલે પડેલા એકાદ ઇંચ જેટલા વરસાદ ની વચ્ચે ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલો એક ઘેઘૂર વડલો એકાએક મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ત થયો હતો. સદભાગ્યે ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી.

ત્રણ દરવાજા નજીક આવેલો એક વર્ષો પુરાણો વડલો ગઇરાત્રે વરસાદના કારણે જમીન પોચી પડતાં તેના મૂળમાંથી ઉખડીને માર્ગ પર ધસી પડયો હતો. સતત ધમધમતા એવા આ માર્ગ પર તે સમયે કોઈ પસાર થતું ન હોવાથી જાનહાની ટળી હતી. પરંતુ વાહન વ્યવહાર અવરોધાયો હતો.

જે અંગે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી એ તુરત જ ઘટના સ્થળે દોડી જઇ કરવત ની મદદથી ઝાડની ડાળીઓ કાપી હતી, અને રસ્તો ખુલ્લો કરાવ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS