નવ વર્ષની બાળકીના પેટમાંથી સાડા ત્રણ કિલોથી વધુ વજનનો વાળનો ગુચ્છો કાઢવામાં આવ્યો છે. અમદાવાદના મણિનગર સ્થિત મહાનગરપાલિકા સંચાલિત એલ.જી. હોસ્પિટલના તબીબો દ્રારા બે કલાક સુધી સર્જરી ચાલી હતી. શારીરિક વિકાસમાં અવરોધ અને એનિમિયાના કારણે આ બાળકીને તાજેતરમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.ત્યાબાદ ડોકટરોની સલાહ પર બાળકીના પેટમાં સીટી સ્કેન કરવામાં આવ્યું હતું.સીટી સ્કેન બાદ પેટમાંથી વાળનો ગુચ્છો હોવાનું તારણ મળ્યું હતું ત્યારબાદ ડોકટરોએ બાળકીનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. તબીબોના જણાવ્યા અનુસાર બાળકીના પેટમાં એટલા બધા વાળ હતા કે આંતરડા સુધી એક બંડલ હતું, જેની લંબાઈ લગભગ ૭૦ સેન્ટિમીટર હતી. સર્જરી વિભાગના વડા ડો.આસિત વોરાના નેતૃત્વમાં ડો.આકાશ રાઠોડ, ડો.હિતેશ અંધારિયા અને ડો.નિશિત ચૌધરીની ટીમે આ જટિલ ઓપરેશન પાર પાડું હતું. ઓપરેશન બાદ બાળકીની હાલત સારી હોવાનું કહેવાય છે અને તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
સાત વર્ષથી વાળ ખાવાની આદત
હોસ્પિટલના તબીબોનું કહેવું છે કે બાળકીને છેલ્લા સાત વર્ષથી વાળ ખાવાની આદત પડી ગઈ હતી. તેણે બે વર્ષની ઉંમરથી આ કરવાનું શ કયુ. તેના માતા–પિતાને પણ આ વાતની જાણ ન હતી. તબીબોના જણાવ્યા અનુસાર બાળકીના પેટમાં એટલા બધા વાળ હતા કે આંતરડા સુધી પહોંચી ગયા હતા.
માનસિક બીમારી
પેટમાંથી દૂર કરાયેલા વાળના આ ગઠ્ઠાને તબીબી ભાષામાં ટ્રાઇકોબેઝોઅર અથવા રેપુંઝેલ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ પ્રકારની આદત એક માનસિક બીમારી છે.જેમાં વ્યકિતને વાળ ખાવાની ટેવ પડી જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech