13પ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા: સાધુ-સંતો સહિત તમામ ક્ષેત્રના લોકો હાજર રહ્યા
દ્વારકા-કલ્યાણપુર વિસ્તારના ધારાસભ્ય પબુભા વિરમભા માણેક પરિવાર ત્રિદિવસીય ર4 મો સમુહ લગ્ન સમારોહ સ્વ. વિરમભા આશાભા માણેક ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અને પ્રેરણાથી ગૌશાળા-નંદીશાળા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં તા. 3 ના સાધુ સમાજ, તા. 4 ના વાઘેર સમાજ અને તા. પ ના વણકર સમાજ આમ અલગ અલગ 3 જ્ઞાતિના સમુહ લગ્ન અલગ અલગ દિવસે યોજવામાં આવ્યા હતા, જેમાં કુલ 13પ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
આ પ્રસંગે સ્વામીનારાયણ મંદિરના પૂ. કોઠારી ગોવિંદસ્વામી, પૂ. કે.પી. સ્વામી અને બારાડી લોહાણા સમાજના પ્રમુખ દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ) સહિત 9 નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા, યજમાન પરિવારે મહેમાનોનું સન્માન કર્યું હતું.
ઓલ ઇન્ડીયા સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના પ્રમુખ અને સમુહ લગ્નના આયોજક પબુભા માણેક સમાજ સુધારક અંગે જોરદાર પ્રવચન આપી વાઘેર સમાજના આવનારા દિવસોમાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક રીતે વધારે આગળ લઇ જવા માટેના જોરદાર સૂચનો કયર્િ હતા.
આ પ્રસંગે ટાટા કેમીકલ્સના એન. કામત, રાવ, આરએસપીએલના શાદુ, વાઘેર સમાજના સાદુરભા આગેવાનો મોટાભાઇ, સુભાષભાઇ ભાયાણી, ઇશ્ર્વરભાઇ ઝાખરીયા, યજ્ઞેશભાઇ ઉપાઘ્યાય, કાંચાભાઇ સવાણી, વનરાંજગભા, લુણાભા, બીએલ પરમાર, નારણભાઇ કરંગીયા, નિલેશભાઇ કાનાણી, વિજયભાઇ બુજડ, મોહનભાઇ બારાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech