“નવનીત જવેલરી મોલ” માં યોજાશે ત્રિ-દિવસીય જવેલરી એક્ઝિબિશન

  • July 02, 2021 10:53 AM 

સપ્તપદી : દુલ્હન શ્રૃંગાર જવેલરી પ્રદર્શન

જામનગરની એક સદો પૂરાણી નામાંકિત જવેલરી પેઢી નવનીત દ્વારા આજથી ત્રણ દિવસ માટે દુલ્હન શ્રૃંગારની જવેલરીઓનું ભાતીગળ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

જામનગર શહેરમાં ઈદેરા ગાંધી માર્ગ ઉપર ત્રણ વર્ષ પહેલાં નિર્માણ થયેલા સૌરાષ્ટ્રના સૌથી વિશેષ સુવિધાજનક “નવનીત જવેલ્સ“ જવેલરી મોલમાં તા. ૨, ૩ અને ૪ જુલાઈના દિવસો દરમિયાન લગ્નપ્રસંગે નવવધૂ દ્વારા ઉપયોગમાં લેવાતા ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, એન્ટિક જ્વેલરી, રોઝ ગોલ્ડ, પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓની બનાવટના કલાત્મક આભૂષણોની વિરાટ રેન્જવાળા દુલ્હન શ્રૃંગાર જવેલરી પ્રદર્શન “સપ્તપદી”'નું આયોજન કરાયું છે.

'નવનીત જવેલ્સ'ના વડીલ અને પાર્ટનર એવા રઘુનાથદાસ માંડલિયા જણાવે છે કે, સરકાર દ્વારા નિયત કરેલા હોલમાર્કવાળા દાગીનાઓ જ વેચવાના હૂકમની પહેલ તો તેઓની પેઢી દ્વારા ત્રણ દસકાથી થઈ ચૂકી છે. પોતાના બન્ને જવેલરી શો-રૂમમાં માત્ર બી.આઈ.એસ. હોલમાર્ક ધરાવતા સોનાના અને આઈ.જી.આઈ. સર્ટિફાઈડ ડાયમંડના અલંકારોનું વેચાણ કરવામાં આવે છે.

પેઢીના સૂત્ર સંચાલક પરેશભાઈ સોનીએ જણાવ્યું છે કે, કોરોના કાળની કપરી સ્થિતિમાંથી બહાર આવેલા શહેરીજનો ફુરસદની થોડી પળો આનંદ-ઉલ્લાસ સાથે માણી શકે તેમજ લગ્નસરાની સિઝન પહેલાં આભૂષણોની યોગ્ય પસંદગીની તક સાંપડે તે હેતુસર યોજેલા આ જવેલરી એક્ઝિબિશનનું સુશોભન પણ લગ્ન પ્રસંગને અનુરૂપ કરવામાં આવનાર હોવાથી યુવાવર્ગને ચોક્કસ પસંદ આવશે.

આગામી શુક્ર, શનિ અને રવિવારના દિવસોએ સવારના ૧૦:૦૦ થી રાત્રીના ૮:૦૦ વાગ્યા દરમિયાન ગ્રાહકવર્ગ ઉપર મુલાકાતીઓને પણ મહામારીના સરકારી માર્ગદર્શક નિયમોનુસાર પ્રવેશ અપાશે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS