દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મુંબઇથી કરાતી ધરપકડ : આરોપીની પુછપરછ
દેવભુમી દ્વારકા જીલ્લામાં વોટસએપમાં એપીકે ફાઇલ મોકલી ભોગ બનનારના વોટસએપ તથા મોબાઇલ ફોનના એકસેસ મેળવી ભોગ બનનારની જાણ બહાર ઓનલાઇન ટ્રાંજેકશન કરતા હોવાનુ ધ્યાને આવતા, જે બાબતને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ ખુબજ ગંભીરતાથી સાયબર ક્રાઇમ પોલીસને આવા પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા અને અટકાવવાની દીશામાં ચોક્કસ વ્યુહરચના બનાવી, નાયબ પોલીસ અધિક્ષક હાર્દીક પ્રજાપતીનાઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવા યોગ્ય માર્ગદર્શન સુચના આપી હતી.
જીવાભા માંડણભા કેર રહે, ઉદ્યોગનગર, વાછરાદાદાના મંદીર પાસે, મીઠાપુર તા. દ્વારકા, જી. દેવભૂમિ દ્વારકાવાળાઓએ તા.૨૬/૦૩/૨૦૨૫ ના રોજ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે, તેઓને તા.૦૫/૦૨/૨૦૨૫ ના રોજ મોબાઇલમાં વોટસએપમાં નામની એપીકે ફાઇલ મોકલાવી મોબાઇલના એકસેસ લઇ તેઓની જાણ બહાર તેઓના બેંન્ક ઓફ બરોડાના ખાતામાંથી કુલ ૫૦,૦૦૦ ઉપાડી લઇ તેમની સાથે છેતરપીંડી કરેલ છે, જે બાબતે સાયબર ક્રાઇમ પો.સ્ટે. પાર્ટ બી ના બીએનએસ કલમ ૩૧૮(૨) તથા આઇટી ૪૩,૬૫,૬૬(સી),૬૬(ડી) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
જે બાબતે સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર વી.કે.કોઠીયા દ્વારા સદર ગુન્હાના મુળ સુધી પહોંચી ગુન્હાના આખા નેટવર્કનો પર્દાફાસ કરી, મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા સાયબર ક્રાઇમની ટીમ સાથે તુરંત જ રવાના થઇ ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સ આધારે વર્ક આઉટ કરી એરોલી, નવી મુંબઇથી છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધાર આરોપીની ધરપકડ કરવામાં આવેલ.
ધરપકડ કરેલ આરોપી લલીત નવારામ પટેલ ઉ.વ. ૨૬ ધંધો - ડીજીટલ માર્કેટીંગ રહે. ઇ-પર, સેકટર-૪, એરોલી, નવી મુંબઇ (મહારાષ્ટ્રા)નો સમાવેશ થાય છે.
ગુનાની એમ.ઓ. મુજબ લલીત નવારામ પટેલે બી.એસ.સી. કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરેલ છે. અને ૨ વર્ષથી ફોરેક્સ ટ્રેડીગનુ કામ કરે છે તેમજ આરોપી ટેકનીકલ એક્ષપર્ટ હોય જેનો ઉપયોગ કરી છેલ્લા ત્રણેક મહીનાથી એક એપ્લીકેશન/સોફ્ટવેર બનાવી મોબાઇલના ઉપયોગ કર્તાઓને ઓનલાઇન મેસેજ દ્વારા અઙઊં ફાઇલ મોકલી મોબાઇલ ધારકના મોબાઇલના તમામ એક્સેસ મેળવી લઇ મોબાઇલમાં રહેલ બેંકીંગ એપ્લીકેશન, કોન્ટેક નંબરો, વોટસએપ એપ્લીકેશનનો ઉપયોગ કરી મોબાઇલ ધારકના બેંક ખાતાઓ તેમજ ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડમાંથી મોબાઇલ ધારકોની જાણ બહાર ટ્રાંજેકશન કરી લઇ આ રૂપીયાના ઓનલાઇન ગિફ્ટ વાઉચર ખરીદી લેતો તેમજ ઓનલાઇન વર્ચ્યુલ કરન્સી ખરીદી લઇ આયોજનબદ્ધ રીતે છેતરપીંડી કરતો હતો. કબ્જે કરેલ મુદામાલમાં એપલના મેકબુક-૨, એક આઇફોન, વાયફાય રાઉટર-૧નો સમાવેશ થાય છે.