બાર્બાડોસમાં સર્જાયું 257 KMની ઝડપનું ભયંકર ચક્રવાત, ટીમ ઈન્ડિયા થઇ હોટલમાં કેદ

  • July 02, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




બાર્બાડોસમાં ટી-20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચનારી ભારતીય ક્રિકેટ ટીમ ત્યાં જ ફસાઈ ગઈ છે. તેનું કારણ ચક્રવાતી તોફાન હરિકેન બેરીલ છે. આ વાવાઝોડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. વાવાઝોડાના આગમન બાદથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તેને જોતા તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોઈ પણ ખેલાડીને હોટલની બહાર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. આ ઉપરાંત હોટલમાં મળતી સુવિધાઓમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. જેના કારણે ટીમ ઈન્ડિયાએ લાઈનમાં ઉભા રહીને પેપર પ્લેટમાં ડિનર લેવું પડ્યું હતું.




સ્થાનિક પ્રશાસને 257 કિલોમીટરની ઝડપે આ તોફાનને લઈને ચેતવણી જાહેર કરી છે. પ્રશાસને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે. અનેક ઘરોના છાપરા ઉડી ગયા છે. વૃક્ષો તૂટી ગયા છે, રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પણ પોતાની હોટલમાં ફસાઈ ગઈ છે.


ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રોબિન સિંહ હાલ બાર્બાડોસમાં છે. બેરીલ તોફાનને કારણે તે હોટલમાં ફસાયેલા છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બાર્બાડોસમાં તેની હોટલના કેટલાક વીડિયો પણ શેર કર્યા છે.આવતીકાલે વિશેષ ચાર્ટર ફ્લાઈટ દ્વારા તે ભારત પહોંચશે

બાર્બાડોસમાં ચક્રવાતી તોફાનમાં ફસાયેલી ટીમ ઈન્ડિયા માટે BCCIએ ખાસ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી છે. આ પ્લેન ત્યાંથી મંગળવારે સ્થાનિક સમય પ્રમાણે સાંજે 6 વાગ્યે ટેકઓફ થશે અને સાંજે 7.45 વાગ્યે દિલ્હીમાં લેન્ડ થશે.


બાર્બાડોસ ક્યાં આવેલું છે?


બાર્બાડોસ કેરેબિયન દેશ છે. તેની ઉત્તરે સેન્ટ લુસિયા છે, પશ્ચિમમાં સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ છે. બાર્બાડોસ એક નાનો ટાપુ છે. 2022ના રિપોર્ટ અનુસાર બાર્બાડોસની વસ્તી અંદાજે ત્રણ લાખ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application