ભારતમાં આર્થિક ગુના કરીને બ્રિટન ભાગી ગયેલા ભાગેડુઓ પર સરકાર પોતાની પકડ વધુ કડક કરવા જઈ રહી છે. સરકાર ત્રણ કેન્દ્રીય એજન્સીઓથી બનેલી એક તપાસ ટીમને બ્રિટન મોકલી રહી છે જે શોધી કાઢશે કે વિજય માલ્યા, નીરવ મોદી, સંજય ભંડારી જેવા અપરાધીઓએ કેટલી સંપત્તિ બનાવી છે. ભારતમાં કરોડો અને અબજો પિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા લોકોના વહેલા પરત ફરવાની દિશામાં સરકારે મોટું પગલું ભયુ છે. બ્રિટનમાં બેઠેલા કૌભાંડીઓની સેનાને ભારત પરત લાવવા માટે કેન્દ્રીય એજન્સીઓની એક ટીમ બનાવવામાં આવી છે. સરકાર ટૂંક સમયમાં સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની બનેલી એક ઉચ્ચ સ્તરીય ટીમ બ્રિટન મોકલી રહી છે.તેનો હેતુ હથિયારોના વેપારી સંજય ભંડારી, હીરાના વેપારી નીરવ મોદી અને કિંગફિશર એરલાઇન્સના પ્રમોટર વિજય માલ્યા સહિત ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓને પરત લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે. આ ઉપરાંત, ટીમ ભાગેડુઓની ગેરકાયદેસર કમાણીનો પણ તાગ મેળવવાનો પ્રયાસ કરશે, જે તેમણે યુકે અને અન્ય દેશોમાં મિલકતો ખરીદવા પાછળ ખર્ચી છે.
સૂત્રોનું કહેવું છે કે આ ટીમનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના એક વરિ અધિકારી કરી રહ્યા છે. લંડનમાં ભારતીય હાઈ કમિશને યુકેના અધિકારીઓ સાથે બેઠકો નક્કી કરી છે. આ બેઠકોમાં માત્ર એ જ પુરાવા એકત્ર કરવામાં આવશે જેનાથી ખબર પડશે કે ભાગેડુઓએ લંડનમાં કેટલી મિલકત મેળવી છે અને તેમના બેંક ખાતામાં શું વ્યવહારો થયા છે.આમ્ર્સ ડીલર ભંડારી ૨૦૧૬માં ફરાર થઈ ગયો હતો. અગાઉ, આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે યુપીએ સરકાર દરમિયાન કરવામાં આવેલા અનેક સંરક્ષણ સોદાઓની તપાસ શ કરી હતી. ઇડી અનુસાર, ભંડારીએ લંડન અને દુબઈમાં મિલકતો હસ્તગત કરી હતી, જે બાદમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાના સહયોગી ગણાતા સીસી થમ્પી દ્રારા નિયંત્રિત કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
હજારો કરોડના કૌભાંડનો આરોપ નીરવ મોદી પર પીએનબીને . ૬,૫૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરવાના આરોપોનો સામનો કરવો પડે છે, યારે માલ્યાની . ૫,૦૦૦ કરોડથી વધુની સંપત્તિ બેંકોને છેતરવા બદલ જ કરવામાં આવી હતી.
ત્રણ ભાગેડુનું પ્રત્યાર્પણ અટકયું
ભંડારી, મોદી અને માલ્યાનું પ્રત્યાર્પણ હાલમાં યુકેમાં અટવાયું છે કારણ કે તેઓએ ભારત પરત ફરવા સામે ઉચ્ચ અદાલતોમાં અપીલ કરી છે. ઇડી એ ભારતમાં તેની મિલકતો જ કરી લીધી છે. વિજય માલ્યા અને નીરવ મોદીની હજારો કરોડની પ્રોપર્ટી વેચીને બેંકોના લેણાં ચૂકવવામાં આવ્યા છે.મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી હેઠળ લાંબા સમયથી યુકે સત્તાવાળાઓ સાથે પેન્ડિંગ રહેલી માહિતીના વિનિમય માટે લંડન જતી ટીમ વાટાઘાટ કરવાની છે. ભારત અને યુકે બંને એમએલએટી પર સહી કરનારા છે અને આર્થિક અપરાધીઓ અને અન્યને સંડોવતા ફોજદારી કેસોની તપાસ માટે માહિતી શેર કરવા માટે બંધાયેલા છે. ની ટીમ હાલમાં ખાલિસ્તાની ચળવળ સાથે સંકળાયેલા કેટલાય આતંકવાદી શકમંદોની તપાસ કરી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech