બિહારની માનસિક અસ્વસ્થ મહિલા ટ્રેન મારફતે પોરબંદર પહોચી જતા ૧૮૧ ની ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને ઇન્ટરનેટના માધ્યમથી પરિવારને શોધી કાઢ્યો હતો.
પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાંથી એક જાગૃત નાગરીકે ૧૮૧ નંબર પર ફોન કરીને જણાવ્યું હતુ કે,એક મુજાયેલી અજાણી મહિલા અમારા ઘર પાસે આવી આમતેમ એકલા ફરતા હોય જેથી એમોએ તેમને બેસાડી તેમનુ નામ, સરનામુ જાણવાના પ્રયત્ન કરેલા પરંતુ કે કાંઈ બોલતા જ નથી ને ડરેલા છે તો તમો એમની મદદ માટે આવો તેમ જણાવ્યુ હતુ.પોરબંદર અભયમ ટીમ સ્થળ પર પહોંચી જઈને મહિલાને પ્રોત્સાહ આપી તેમનુ નામ, સરનામું જણાવના પ્રયત્ન કરેલા પરંતુ તેઓ ટ્રેનમાં આવેલા એટલુ જ જણાવતા મહિલાને વાનમાં બેસાડી રેલ્વે સ્ટેશન પર લઈ ગયેલા ત્યા પુછપરછ કરી હતી.મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગતા તેઓને સાંત્વના આપી તેમનુ કાઉન્સેલિંગ કરતા વારંવાર અલગ -અલગ સરનામુ જણાવતા હતા તેમના કુશળ કાઉન્સેલિંગ બાદ તેઓ બિહાર રાજયના હોય એટલુ જણાવતા ઈન્ટરનેટના માધ્યમથી બિહાર રાજયના પોલીસ સ્ટેશના નંબર મેળવી ફોન પર વાત કરી હતી તથા મહિલાને પણ વાત કરાવતા તેઓ ભટા ગામના રહેવાસી હોય તેવુ જણાવ્યું હતુ. મહિલા જણાવેલ ગામ નાવડા જીલ્લામાં આવતુ હોય જેથી નાવડા જીલ્લાના પોલીસ સ્ટેશનના મોબાઇલ નંબર ઈન્ટરનેટના માધ્યમથી મેળવી વાત કરતા ભટા ગામ કાશીચક પોલીસ સ્ટેશનમાં આવતુ હોવાથી ત્યાના નંબર મેળવી ત્યાં મહિલા સાથે વાત કરાવેલ જેથી કાશીચક પોલીસ સ્ટેશનથી કલાકોમાં જ અભયમ ટીમને ફોન કરી જણાવેલ કે,મહિલા ગુમ થયેલની અરજી આવેલી છે.તેના આધારે તેમના પરિવારજનોને બોલાવી ને આપણી ટીમ સાથે વાત કરાવતા જાણવા મળેલ કે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તે બીજી ઓકટોમ્બરના રોજ તેમના પાંચ વર્ષના બાળક સાથે ઘરેથી નીકળી ગયેલ છે. જેથી અભયમ ટીમે તેમના પરિવારને જણાવેલ કે મહિલા અમારી સાથે સુરક્ષિત છે. પરંતુ હાલ તેઓ એકલા જ છે.
તેમની સાથે બાળક નથી.જેથી તેઓ એ જણાવેલ કે અમો મહિલાને લેવા માટે આવશું એવુ જણાવતા તેમના ફેમિલી લેવા માટે ના આવે ત્યાં સુધી તેમની સુરક્ષાને ધ્યાને લઈને મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech