કુવાડવા જીઆઇડીસી પાસે સવારે ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું

  • June 01, 2024 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ડિંકરમાં 40,000 લિટર ડીઝલ ભરેલું હોય ફાયર વિકેટ ના સ્થાપક રાખીને પહોંચી રસ્તો કોર્ડન કરી દીધો: ટેન્કર રિલાયન્સથી ડીઝલ ભરી ઓરિસ્સા જતું હતું


કુવાડવા જીઆઇડીસી પાસે સવારના સુમારે 40,000 લીટર ડીઝલ સાથેનું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. અને તેમાંથી ડીઝલ નીકળવા લાગતા કોઈ દુર્ઘટના બને તે પૂર્વે બે ફાયર ફાઈટર સાથે ફાયર બ્રિગેડની ટીમે તાકીદે અહીં પહોંચી હતી. બાદમાં રસ્તો કોર્ડન કરી જેસીબીની મદદથી ટેન્કર ઊભું કરી માર્ગ પર ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. ડીઝલ ભરેલું આ ટેન્કર રિલાયન્સથી ઓરિસ્સા જતું હોવાનું માલુમ પડ્યું હતું.


જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ સવારના 8: 55 કલાકે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, કુવાડવા જીઆઇડીસી પાસે 40,000 લિટર ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું છે. જેથી બે ફાયર ફાઈટર સાથે ફાયર બ્રિગેડની ટીમ અહીં પહોંચી હતી ટેન્કરમાંથી ડીઝલ વહી રહ્યું હોય જેથી કોઈ દુર્ઘટના ન બને તે માટે પ્રથમ રસ્તો કોર્ડન કરાવી દીધો હતો આ સમયે પોલીસ સ્ટાફ પણ અહીં પહોંચી ગયો હતો. બાદમાં જેસીબીની મદદથી ટેન્કર ઊભું કરવામાં આવ્યું હતું.


રિલાયન્સથી ટેન્કરમાં ડીઝલ ભરી ઓરિસ્સા તરફ આ ટેન્કર જઈ રહ્યું હતું. અહીં કુવાડવા જીઆઇડીસી પાસે ટેન્કર ચાલક ટર્ન મારતી વેળાએ કાબુ ગુમાવતા આ ટેન્કર પલટી ખાઈ ગયું હતું સદભાગ્ય આ બનાવવામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application