કુવાડવાની સાયપર ગામે પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિકની પાણીની લાઈન સાંધવા શિક્ષકે સેનેટાઇઝર છાંટી દીવાસળી મુકતા ભડકો થવાથી બાજુમાં ઉભેલો વિધાર્થી આગની ઝપટમાં આવી જતા શરીરના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયારે શિક્ષકને પણ હાથ દાઝી જતા દાખલ કરવામાં આવ્યા છે.
પ્રા વિગત મુજબ કુવાડવાની રાયપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને મોરબી રોડ પર રામાણી પાર્કમાં રહેતા દિલીપભાઈ મગનભાઈ પંચાલ અને રાયપર ગામે રહેતો અને ગામની જ પ્રાથમિક શાળામાં ધો.૭માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર (ઉ.વ.૧૩)નો વિધ્યાર્થી આજે સવારે શાળામાં હતા ત્યારે શિક્ષક દિલીપભાઈ નિશાળની પ્લાસ્ટિકની પાઇપ લાઈનમાં સાંધો મારવા માટે તેના ઉપર કપડું બાંધી સેનેટાઇઝર નાખીને દીવાસળી મુકતા જ ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈના હાથ દાઝી ગયા હતા અને બાજુમાં ઉભેલા વિધાર્થી આદર્શના કપડામાં આગ લાગવાથી મોઢા અને શરીરના ભાગે ગંભીર રીતે દાઝી જવાથી બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને કરી હતી.
શિક્ષક દિલીપભાઈના કહેવા મુજબ શાળામાં પીવાના પાણી માટેની પ્લાસ્ટિકની પાઇપ લાઈન ગરમ કરીને સાંધવા માટે એક લાકડાના કટકામાં કપડું બાંધીને સેનેટાઇઝર છાંટું હતું સળગાવવા માટે દીવાસળી ચાંપતા જ ભડકો થયો હતો અને મારા હાથ દાઝી ગયા હતા આ વખતે મેં વિધાર્થીને દૂર ઉભવા માટે કહયું હતું પરંતુ તે પાસે ઉભો હોવાથી આગમાં દાઝી ગયો હતો. કુવાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech