વિદ્યાર્થી લોડેડ પિસ્તોલ લઈને પહોંચ્યો વર્ગમાં, વિદ્યાર્થીનીને ચાલુ કલાસે મારી દીધી ગોળી

  • September 11, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિહારના મુઝફ્ફરપુરમાં એક કોચિંગ સ્ટુડન્ટને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક વિદ્યાર્થી લોડેડ પિસ્તોલ લઈને પ્રાઈવેટ કોચિંગ સેન્ટર પહોંચ્યો અને અજાણતામાં ગોળી ચલાવી જે સામે બેઠેલા વિદ્યાર્થીની કમરમાં વાગી. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.


આ સમગ્ર મામલો મુઝફ્ફરપુરનાં સાકરા પોલીસ સ્ટેશન વિસ્તારના સુસ્તા ફેર પાસે ચાલતા કોચિંગ સેન્ટરનો છે. પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે અંગ્રેજીનો લેકચર ચાલુ હતો. તેને ક્યાં ગોળી મારવામાં આવી તેની તેને કોઈ જાણકારી નથી.


કોચિંગ સેન્ટરમાં બેઠેલી વિદ્યાર્થીનીને વાગી ગોળી

કોચિંગ ડિરેક્ટરે જણાવ્યું કે 11મા ધોરણ માટે અંગ્રેજી શીખવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ગોળીનો અવાજ આવ્યો ત્યારે એક વિદ્યાર્થીએ કહ્યું કે તેની અંદરથી લોહી નીકળી રહ્યું છે. તેના પરિવારજનોને જાણ કર્યા બાદ તરત જ યુવતીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ મામલે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જનું કહેવું છે કે 11માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને ગોળીથી ઘાયલ થઇ છે. ગોળી આકસ્મિક રીતે ચલાવવામાં આવી હતી કે પછી કોઈએ જાણી જોઈને ફાયરિંગ કર્યું હતું તેની તપાસ ચાલી રહી છે.


પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી

વિદ્યાર્થીના પરિવારજનોનું કહેવું છે કે તેમનો કોઈ સાથે કોઈ વિવાદ નથી. ગોળી શા માટે ચલાવવામાં આવી તે સમજી શકાયું નથી. કોચિંગ ટીચરે પણ ઘટના વિશે જણાવ્યું કે બહારથી કોઈ ક્લાસમાં આવ્યું ન હતું, ઘટના ક્લાસની અંદર જ બની હતી. સમગ્ર મામલાને લઈને સાકરા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટરે કહ્યું કે આરોપી વિદ્યાર્થીની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. તેની પાસે પિસ્તોલ ક્યાંથી મળી તે પણ તપાસનો વિષય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application